કોલંબોઃ આંતરરાષ્ટ્રયી ડેબ્યૂ પર હેટ્રિક લઇને તરખાટ મચવનારો શ્રીલંકાનો યંગ બૉલર હાલ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. રાતોરાત ચર્ચામાં આવેલો યુવા ક્રિકેટર શેહાન મદુશંકાની પોલીસે હેરોઇન રાખવાના આરોપમાં ધરપકડ કરી દીધી છે.


અધિકારીઓ અનુસાર, લગભગ 2.5 ગ્રામ હેરોઇન મદુશંકાની પાસેથી મળ્યુ, જ્યારે તેને પોલીસે રવિવારે એક અન્ય વ્યક્તિ સાથે પન્નાલા શહેરની આજુબાજુ ડ્રાઇવિંગ માટે રોક્યો હતો, શેહાન મદુશંકા જ્યારે હેરોઇન લઇને આવી રહ્યો હતો તે દરમિયાન શહેરમાં કર્ફ્યૂ લાગેલુ હતુ. એક મેજિસ્ટ્રેટ દ્વારા સજા સંભળાવ્યા બાદ તેને બે અઠવાડિયા સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.



યુવા ફાસ્ટ બૉલરને શ્રીલંકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, તેને બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામેની સીરિઝમાં તેની પોતાની શાનદાર સ્પીડના કારણે પસંદગી કરવામાં આવી હતી. ખાસ વાત છે કે બાંગ્લાદેશ સામેની પોતાના ડેબ્યૂ પહેલા શેહાન મદુશંકાએ માત્ર ત્રણ ફર્સ્ટ-ક્લાસ અને ત્રણ લિસ્ટ-એ-ગેમ્સ રમી હતી.

તેનુ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ ત્રિકોણીય સીરિઝની ફાઇનલ દરમિયાન થયુ હતુ. જ્યારે શેહાન મદુશંકાએ મુશરફે મુર્તજા, રુબેલ હુસેન અને ઓલરાઉન્ડર મહમુદુલ્લાહને સળંગ ત્રણ બૉલમાં આઉટ કર્યો હતા. શેહાન મદુશંકા હેટ્રિક લીધી હતી.