સ્ટીવ વૉએ કહ્યું, કોઈપણ ટુર્નામેન્ટમાં હરિફાઈનું સ્તર ખૂબ વધારે હોય છે. અહીંયા દરેક મેચ મુશ્કેલ હોય છે અને જીત મેળવવી સરળ હોતી નથી. નોકઆઉટ મેચમાં હાર થવી માનસિક નબળાઈનું પ્રતીક નથી, પરંતુ વિરોધી ટીમ એટલી મજબૂત હોય છે કે ભારતે હારનો સામનો કરવો પડે છે.
વૉએ કહ્યું, કોઈપણ મોટી ટુર્નામેન્ટ જીતવી સરળ હોતી નથી. જ્યારે તમે જીતી રહ્યા હોવ ત્યારે આ ચીજોને સરળતાથી લો છે. ભારતીય ખેલાડી કોઈ પણ ટુર્નામેન્ટમાં પ્રબળ દાવેદાર હોય છે. ભારતીય સમર્થકોએ ધૈર્ય રાખવાની જરૂર છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં કોઈ મોટી ટુર્નામેન્ટ જીતશે.
આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાએ પણ કહ્યું હતું કે, કોહલી એન્ડ કંપી કોઈ પણ ટુર્નામેન્ટ જીતવા સક્ષમ છે. ભારતીય ટીમના સમર્થકોને ગર્વ થવો જોઈએ. કોઈપણ ટીમ ભારત સામે રમતા પહેલા તેઓ સેમી ફાઇનલ, ફાઇનલ કે અન્ય મેચ હોય તો પણ દરેક મેચને મહત્વ આપે છે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતને લાગ્યો મોટો ફટકો, હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં થયો ફેલ
ATMમાંથી 100ના બદલે નીકળવા લાગી 500 રૂપિયાની નોટ, બાદમાં લોકોએ કર્યુ આ કામ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે આજે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, ધોની પર રહેશે નજર