ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કહ્યું, હાલની ટીમ ઈન્ડિયા નથી સર્વશ્રેષ્ઠ, કોહલી લારા-સચિન જેટલો જ છે ખતરનાક
સ્ટીવ વૉએ સતત સારું પ્રદર્શન કરી રહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરીને તેની સરખામણી બ્રાયન લારા તથા સચિન તેંડુલકર સાથે કરી હતી. તે લારા અને તેંડુલકર જેવો દિગ્ગજ ખેલાડી છે. તે સતત હંમેશા તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છુક હોય છે. કોહલી ખતરનાક ખેલાડી છે. ભારત પાસે સંતુલિત ટીમ છે અને તે ઓ આને એક મોકા તરીકે જોઈ રહ્યા છે. ઘણા લાંબા સમયથી તેઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસની તૈયારી કરી રહ્યા છે.
તેણે કહ્યુ, ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવવું મુશ્કેલ હશે. અમારું બોલિંગ આક્રમણ વિશ્વ ક્રિકેટની કોઈ પણ ટીમ જેટલું જ સારું છે અને અમે વિકેટ લઈ શકીએ છીએ. જો અમે પ્રથમ બેટિંગ કરીને 350 રન બનાવી લઈશું તો મને લાગે છે કે અમને હરાવવું મુશ્કેલ બનશે. મને ભરોસો છે કે અમે ઘરઆંગણે જીતીશું અને આ એક રોમાંચક સીરિઝ હશે.
સ્ટીવ વૉએ કહ્યું, હું ભારતની શ્રેષ્ઠ ટીમ સામે રમ્યો છું અને નિશ્ચિત નથી કે જેની સામે હું રમ્યો તે ટીમથી વર્તમાન ટીમ શ્રેષ્ઠ છે. આ પ્રકારના નિવેદનથી બચવું જોઈએ કારણકે આનાથી ટીમ પર દબાણ બને છે. હાલની સમસ્યા છતાં ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવું આસાન નહીં હોય.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરો ભારતીય ટીમ સામે શાબ્દિક પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ કહ્યું કે, ભારતની વર્તમાન ટીમ જૂની ટીમ કરતાં શ્રેષ્ઠ છે તેમ હું માનતો નથી. કારણકે હું તેમની સાથે આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન રમ્યો છું.