બૉલ ટેમ્પરિંગ મામલે સ્ટીવ વૉગે ખેલાડીઓને ઝાટક્યા, કહ્યું- પોતાને ક્રિકેટના બૉસ સમજે છે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ
વૉગે કહ્યું કે, બૉલ ટેમ્પરિંગ મામલે અધિકારીઓ દોષી છે જેમને સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમને કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની આતંરિક વ્યવસ્થા એવી હતી કે ખેલાડીઓ સત્યથી દુર થઇ ગયા અને તેમને લાગવા લાગ્યુ કે તે રમતથી પણ મોટા થઇ ગયા છે. તેઓ ક્રિકેટના બૉસ માનવા લાગ્યા હતા.
આ ઘટના બની ત્યારે આઇસીસી આચાર સંહિતા અનુસાર બૉલ સાથે છેડછાડ કરવાનું લેવલ બે નો ગુનો ગણાતો હતો, પણ ત્યારબાદ આના લેવલ ત્રણમાં કરી દેવામાં આવ્યો જેમાં છે ટેસ્ટ કે 12 વનડે મેચોનો પ્રતિબંધ સામેલ છે.
સ્ટીવ વૉએ ઝાટકણી કાઢતાં કહ્યું કે, તે મેદાન પર ખરબચડી જગ્યાએ બૉલ ફેંકતા રહ્યાં અને તેના કારણે આ સતત ચાલ્યુ. આ શરમજનક છે, આ બધુ વધી ગયુ તેમાં મને લાગે છે કે અધિકારીઓએ આ બધુ થવા દીધું.
સ્મિત અને વોર્નર પર એક વર્ષનો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લાગ્યો છે, જ્યારે આ મામલે કેમરન બેનક્રૉફ્ટને નવ મહિના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ બૉલ ટેમ્પરિંગ મામલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ઝાટકણી કાઢી છે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ દરમિયાન બૉલ ટેમ્પરિંગ કર્યું હતું, જેના ક્રિકેટ જગતમાં ઘેર પ્રત્યાઘાતો પડ્યા હતા. સ્ટીવ વૉગે કહ્યું કે, આ મામલે આઇસીસીએ કડક કાયદા અને જોગવાઇઓ કરવી જોઇએ.