Sumit Antil Wins Gold Medal Javelin Throw Paralympics 2024: સુમિત અંતિલે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મેન્સ F64 કેટેગરીમાં 70.59 મીટર ભાલા ફેંકીને ગોલ્ડ જીત્યો અને પેરાલિમ્પિક રેકોર્ડ પણ તોડ્યો હતો. આ પહેલા પણ પેરાલિમ્પિક રેકોર્ડ સુમિતના નામે હતો જેણે ટોક્યો પેરાલિમ્પિકમાં 68.55 મીટર ભાલા ફેંકીને રેકોર્ડ બનાવ્યો હતો.






સુમિતે તેના પહેલા જ પ્રયાસમાં 69.11 મીટરનું અંતર કાપીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ સુમિતે બીજા પ્રયાસમાં આ વખતે તેણે 70.59 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. સુમિતે બે વખત પેરાલિમ્પિક રેકોર્ડ તોડવાની સિદ્ધિ મેળવી છે.


સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો


સુમિત ટોક્યો પેરાલિમ્પિક્સમાં 68.55 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચમાં તેણે ટોક્યો પેરાલિમ્પિક્સ રેકોર્ડને ત્રણ વખત તોડ્યો હતો કારણ કે પ્રથમ અને બીજા પ્રયાસ સિવાય તેણે તેના પાંચમા પ્રયાસમાં 69 મીટરનું અંતર પાર કર્યું છે. શ્રીલંકાના ડુલને 67.03ના પ્રયાસ સાથે સિલ્વર જીત્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાના માઈકલ બુરિયને 64.89 મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


સુમિત અંતિલના નામે વર્લ્ડ રેકોર્ડ પણ


સુમિત અંતિલ ભાલા ફેંકની F64 કેટેગરીમાં ટોચનો ખેલાડી છે. માત્ર પેરાલિમ્પિક્સ જ નહીં પરંતુ આ સ્પર્ધાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેના નામે છે. તેણે 2022ની એશિયન પેરા ગેમ્સમાં 73.29 મીટર ભાલો ફેંકીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પેરાલિમ્પિક્સમાં પોતાના ગોલ્ડ મેડલનો સફળતાપૂર્વક બચાવ કરનાર અવની લેખરા પછી હવે તે માત્ર બીજી ભારતીય એથ્લેટ બની ગઈ છે. આ બંને ખેલાડીઓ ટોક્યો અને હવે પેરિસ પેરાલિમ્પિક્સમાં પણ ગોલ્ડ મેડલ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.  


નીતેશ કુમારે પેરાલિમ્પિક ગેમ્સ 2024માં પુરુષોની SL-3 કેટેગરીમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવ્યો છે. નીતેશ કુમાર અને ડેનિયલ બેથલ વચ્ચેના રોમાંચક મુકાબલામાં દરેક પોઈન્ટ માટે જોરદાર મુકાબલો થયો હતો. અંતે આ મેચ નીતેશ કુમાર સામે 21-14, 18-21, 23-21થી ગયો હતો.                            


આ પણ વાંચોઃ


Paralympics 2024: ભારતને બીજો ગૉલ્ડ, પેરાલિમ્પિક બેડમિન્ટનમાં નીતેશ કુમારે જીત્યો ગૉલ્ડ મેડલ