વિરાટને ફિલ્ડિંગ ગોઠવતા અને બૉલિંગ ચેન્જ કરતા નથી આવડતું, કયા પૂર્વ ક્રિકેટર કહ્યું હજુ શીખવાની જરૂર છે, વાંચો વિગતે
ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમને વનડે અને ટેસ્ટ બન્નેમાં ઇંગ્લિશ ટીમ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, વિરાટ કોહલીએ એક ખેલાડી તરીકે સારુ પ્રદર્શન કર્યું પણ કેપ્ટન તરીકે ટીમને સીરીઝ ના જીતાડી શક્યો.
ગાવસ્કરે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, વિરાટને હજુ ઘણુબધુ શીખવાની જરૂર છે. ખાસ કરીને તેને ફિલ્ડિંગ ગોઠવતા અને બૉલિંગ ચેન્જ કરતા શીખવુ પડશે. ઘણી જગ્યાએ આ બે ફેકટરમાં તેનામાં કમી જોવા મળી. તેને જ્યારથી કેપ્ટનશીપ સંભાળી છે ત્યારેથી આ વાતની કમી દેખાઇ રહી છે.
જોકે, લિટલ માસ્ટરે એક સવાલ પર કોઇ પ્રતિક્રિય આપી ન હતી, જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું તે કૉચ રવિ શાસ્તીના તે નિવેદનથી સહમત છે, જેમાં તેમને કહ્યું હતું કે આ છેલ્લા 15 વર્ષની વિદેશ પ્રવાસ કરનારી શ્રેષ્ઠ ટીમ છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝમાં એકદમ ખરાબ રીતે 4-1થી હારી છે. આ હારથી હવે વિરાટ કોહલી પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોના નિશાન ચઢ્યો છે. તાજેતરમાંજ પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે સલાહ આપતા કહ્યું કે, વિરાટને હજુ ઘણુબધુ શીખવાની જરૂર છે.