હાર બાદ વિરાટની કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલ, આ પૂર્વ ક્રિકેટરે કહ્યું- હવે વિરાટની કેપ્ટનશીપમાં ખાસ દમ નથી રહ્યો
ગાવસ્કરે કહ્યું કે વિરાટની કેપ્ટનશીપમાં હવે પહેલા જેવો દમ નથી રહ્યો, તેને જ્યારે 2014માં ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી ત્યારે તેને ટીમને એક નવો જોશ અને દિશા આપવાનું કામ કર્યું હતું. પણ ત્યારેજ સ્પષ્ટ હતું કે વિરાટની અસલી પરીક્ષા ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા પ્રવાસમાં જ થશે, કેમકે વેસ્ટ ઇન્ડિયા અને શ્રીલંકા જેવી ટીમોને હરાવવી કોઇ મોટી વાત નથી. તે સીરીઝ તો ટીમ પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ મેચ જેવી જ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, ભારતીય ટીમને સાઉથમ્પટન ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 60 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ઇંગ્લેન્ડથી સીરીઝમાં 3-1થી લીડ પણ મેળવી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2-1થી સીરીઝ હાર્યા બાદ કોહલીની કેપ્ટનશીપમાં વિદેશની ધરતી પર આ સતત બીજી સીરીઝની હાર છે
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં હાર બાદ ભારતે સીરીઝ પણ ગુમાવી દીધી છે. હાર બાદ ટીમ ઇન્ડિયા ફેન્સ અને ક્રિકેટર્સના નિશાને ચઢી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે પૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ વિરાટની કેપ્ટનશિપની નિંદા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -