પૂર્વ કેપ્ટન ગાવસ્કરે કહ્યું કે, ઋષભ પંત હાલ એવુ કામ કરી રહ્યો છે, જેનાથી તમને ક્રેડિટ બહુ જ ઓછી મળે છે, પણ જો તમે ભૂલો કરો છો તો તમને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દેવામાં આવે છે. પંતને ખુદને સાબિત કરવા માટે વધુ મોકા આપવા જોઇએ.
રાજકોટમાં રમાયેલી બીજી ટી20માં ઋષભ પંતની બેટિંગ અને વિકેટકીપિંગને લઇને થયેલી ભૂલો પર સોશ્યલ મીડિયામાં ચર્ચા થઇ હતી, લોકોએ પંતને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. હવે આ મામલે પંતને ગાવસ્કરનો સાથ મળ્યો છે. ગાવસ્કરે કહ્યું કે, ક્રિકેટમાં બે-ત્રણ વસ્તુઓ એવી હોય છે જેનાથી તમને ક્રેડિટ નથી મળતી.
ગાવસ્કરે કહ્યું કે વિકેટકીપિંગ અને એમ્પાયરિંગ બે એવી વસ્તુ છે જેમાં તમારી એક ભૂલ તમારી મુસીબત પેદા કરી શકે છે. લોકો તમને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દે છે.