બન્યુ એવુ કે, મેચમાં જ્યારે બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન 15મી ઓવર ચાલી રહી હતી, ખલીલ બૉલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પાંચમા બૉલ પર એક બૉલ વાઇડ ગયો, આ બૉલને બેટ્સમેન નઇમ ઇસ્લામ રમવા માંગતો હતો, પણ ખલીલનો બૉલ ઓફ સ્ટમ્પની ખુબ બહાર નીકળી ગયો અને એમ્પાયરે વાઇડ આપ્યો હતો.
ભારતીય ખેલાડીઓ આ બૉલ પર જોરદાર અપીલ કરી, પંત પણ અપીલ કરી રહ્યો હતો, પણ રોહિતે પંતની સલાહ લેવા પર કહ્યું કે હુ તારુ નહીં માનુ. રોહિતે પંતની સામે જોઇને કહ્યું કે 'તારુ નહીં માનુ'
રિવ્યૂ ફેલ જતાં સ્ટેડિયમમાંથી લાગ્યા ધોની... ધોની... ના નારા.....
રોહિતે લીધેલો રિવ્યૂ ફેલ થતાં જ સ્ટેડિયમમાંથી ધોની... ધોની... ના નારા લાગવા લાગ્યા હતા. સ્ટેડિયમમાં બેસેલા દર્શકોએ ફરી એકવાર ધોનીની વિકેટકીપિંગને યાદ કરી હતી.