Happy Birthday! ક્રિકેટના સ્ટાર સુનીલ ગાવસ્કર ફિલ્મમાં પણ બન્યાં હતાં હીરો, જાણો રસપ્રદ Facts
1. સુનીલ ગાવાસ્કરના એક સંબંધીનું જો ધ્યાન ન ગયુ હોત તો તે એક મહાન ક્રિકેટર બનવાને બદલે માછીમાર બની ગયા હોત. તેમના જન્મ બાદ નર્સ સુનીલને બાજુના ખાટલામાં રહેલી માછીમાર મહિલા પાસે મૂકી ગઈ હતી. અને તેનું બાળક ગાવાસ્કરના માતા પાસે. પણ ત્યાં હાજર એક સંબંધીએ સુનીલના કાન પાસે આવેલા બર્થમાર્ક પર ધ્યાન પડતા હોસ્પિટલમાં વાત કરી અને સુનીલને તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App10 જુલાઈ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં શ્રેષ્ઠ ખેલાડી ગણવામાં આવે છે તે સુનિલ ગાવાસ્કરનો જન્મ દિવસ છે. ગાવાસ્કર પહેલા વ્યક્તિ હતા જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન કર્યા હતા, તેમજ 30થી વધુ સેંચ્યુરી ફટકારી હતી. તેમના સમયગાળા (1971-87)ના ગાવાસ્કર બેસ્ટ બેટ્સમેન હતા. ગાવાસ્કરના તેમની ડેબ્યુ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડને આજે પણ કોઈ તોડી શક્યુ નથી. તેમજ ગાવાસ્કરે વેસ્ટ ઈંડિઝ સામે સૌથી વધુ વાર સદી બનાવી છે. અને તે એક માત્ર એવા ખેલાડી છે જેમણે એક જ ટેસ્ટ મેચમાં બે વાર સદી અને બેવડી સદી બનાવી હતી. સુનિલ ગાવાસ્કરની ઉંચાઈ ઓછી હોવાને કારણે કેટલાકે તેમને ક્રિકેટના નેપોલિયનનું ઉપનામ આપ્યુ હતું. ક્રિકેટના રેકોર્ડ્સ સિવાય પણ ગાવાસ્કરના જીવનની એવી ખાસ વાતો છે જેની તેમના ઘણા ફેંસને ખબર નહિ હોય. અહીં સુનીલ મનોહર ગાવાસ્કરના જીવનની 10 અજાણી વાતો.
7. તેમણે સારા-સારા બોલર્સને હંફાવ્યા હશે, પણ સુનીલ ગાવાસ્કરને પોતે કૂતરાઓથી બહુ ડર લાગે છે. એક વાર ઈંગ્લેન્ડના મહાન ઓલ-રાઉંડર ઈયાન બોથમે તેમની સાથે મશ્કરી કરી હતી. બોથમ એક મોટા કૂતરા સાથે ગાવાસ્કર સામે આવ્યા હતા. અને પાસે આવેલા એક ફોન બૂથમાં ગાવાસ્કર જતા રહ્યા હતા અને બૂથ બંધ કરી દીધુ હતું. જ્યારે બોથમ તે કૂતરાને લઈને ત્યાંથી દૂર ગયા ત્યારે જ ગાવાસ્કર બહાર આવ્યા હતા.
6. સુનીલ ગાવાસ્કરે મરાઠી ફિલ્મ સાવલી પ્રેમાચીમાં મુખ્ય ભિમકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમણે હિરોઈન સાથે બગીચામાં ઝાડની આજુબાજુ ગીત ગાઈને ડાંસ પણ કર્યો હતો. તેમજ તેમણે માલામાલ નામની હિંદી ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે પણ કામ કર્યુ હતું.
10. ગાવાસ્કર પર રેકોર્ડ્સ માટે વધુ પડતી ચાહના હોવાના પણ આરોપો લાગ્યા છે. પણ જો કે રમતી વખતે તેઓ ક્યારેય સ્કોરબોર્ડ પર નજર ન રાખતા, ઘણી વાર તો તેમને પોતાને તેમના સ્કોરનો ખ્યાલ ન રહેતો. તેનું એક ઉદાહરણ આ છે. ત્રણ દસકાથી યથાવત રહેલા સર ડોન બ્રેડમેનની 29મી સદીના રેકોર્ડની જ્યારે તેમણે બરાબરી કરી ત્યારે ગાવાસ્કરને બિલકુલ ખબર નહોતી કે તેમણે આ લેંડમાર્ક હાંસલ કર્યો છે. અને જ્યારે તાળીઓ પડી રહી હતી, ત્યારે તે વિચારી રહ્યા હતા કે આટલી બધા ધન્યવાદ શેના છે. તે સમયે નોન સ્ટ્રાઈકર દીલીપ વેંગસકરે તેમને કહ્યું હતું કે, “Bloody hell, it is your 29th!”
9. 1974માં ઓલ્ડ ટ્રાડફોર્ડમાં જ સુનીલ ગાવાસ્કરે ફાટલા ટ્રાઉઝરમાં સેંચ્યુરી મારી હતી. પેંટ ડાબા સાથળ પાસેથી ફાટી ગયું હતુ, પણ ગાવાસ્કરે તે બદલવાની ના પાડી અને પોતાની કારકીર્દીની સૌથી શ્રેષ્ઠ ઈનિંગ રમીને સદી ફટકારી હતી.
8. ગાવાસ્કરે અંપાયર પાસે ચાલુ મેચે વાળ કપાવ્યા હતા. 1974માં ઓલ્ડ ટ્રાડફોર્ડમાં ઈંગ્લેન્ડ સામે મેચ હતી. મેચ દરમિયાન ગાવાસ્કરના વાળ સતત તેમની આંખમાં આવતા હતા. (તે સમયે ગાવાસ્કર હેલમેટ અને કેપ વગર જ બેટીંગ કરતા). તે સમયે મેચના અંપાયર ડિકી બર્ડ પાસે જઈને સુનીલે આગળથી વાળ સહેજ કાપી નાખવા માટે કહ્યું હતું. બર્ડ પાસે બોલના દોરા કાપવા માટે જે કાતર હતી તેનાથી સુનીલ ગાવાસ્કરના વાળ ટ્રીમ કરી આપ્યા હતા. આ મેચમાં ગાવાસ્કરે સદી ફટકારી હતી.
2. ગાવાસ્કર તેમની ટીન એજ પહેલાના સમયમાં માતા મીનલ સાથે તેમના ઘરમાં ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે તેમણે સ્ટ્રેઈટ ડ્રાઈવ મારી હતી. જેથી બોલ સીધો તેમની મમ્મીના ચહેરા પર લાગ્યો હતો.
5. તે એક મહાન બેટ્સમેનની સાથે એક સારા લેખક પણ છે. તે એક માત્ર એવા ભારતીય ખેલાડી છે જેમણે પોતાની કારકીર્દી દરમિયાન ચાર પુસ્તકો લખ્યા- ‘સન્ની ડેઝ’, ‘આઈડોલ્સ’, ‘રન્સ એન્ડ રુઈન્સ’ અને ‘વન ડે વંડર્સ’ (તસવીર: રાષ્ટ્રપતિ નિલમ સંજીવ રેડ્ડી પાસેથી પદ્મ ભૂષણ સ્વીકારતા ગાવાસ્કર)
4. સુનીલ ગાવાસ્કરને બાળપણમાં વેસ્ટ ઈન્ડીઝના રોહન કન્હાઈ અને એમ.એલ જયસિંહાના ફેન હતા. ક્રિકેટ જગતના મહાન ખેલાડી ગુંડપ્પા વિશ્વનાથ તેમના સાળા થાય. (જેથી સુનીલ ગાવાસ્કરે તેમના દિકરાનું નામ રોહન જયવિશ્વા ગાવાસ્કર રાખ્યુ હતુ.) તેમને પોતાના વાળને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઈયાન ચેપલની જેમ લાંબા અને કોલર સુધીના વાળ રાખવાનું પસંદ કરતા.
3. જ્યારે સુનીલ ગાવાસ્કરે કાકા માધવ મંત્રી, કે જે ભારતીય ટીમ માટે રમતા, તેમના ટીમ ઈંડિયાના જેકેટ જોયા ત્યારે તેમને ભારત માટે રમવાનો વિચાર પહેલી વાર આવ્યો હતો. જ્યારે તેમણે કાકાને પૂછ્યું કે શું તેમને આ પુલઓવર જેકેટ આપશે, ત્યારે માધવ મંત્રીએ કહ્યું હતું કે તે એમ જ નથી મળતા, તેને મહેનતથી કમાવવા પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -