હાર્દિક પટેલ છ મહિના ક્યાં રહેશે ? જાણો પાસના આગેવાનોએ લીધો છે શું નિર્ણય
રાજકોટ પાસના કન્વીનર બ્રિજેશ પટેલે જણાવ્યું કે હાર્દિકને હરિયાણા, રાજસ્થાનમાંથી પોતાને ત્યાં રહેવાની ઓફરો જાટ તથા ગુર્જર નેતાઓ તરફથી મળી છે. આ ઉપરાંત તેને દિલ્હીમાં રાખવાની ઓફર પણ મળી છે. હાર્દિક થોડોક સમય દિલ્હીમાં રહેશે એ નક્કી છે પણ લાંબો સમય રાજસ્થાનમાં રહેશે એવું મનાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકને રાજદ્રોહના કેસમાં જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે ત્યારે હાર્દિક ગુજરાત બહાર ક્યાં રહેશે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. અત્યારે શક્યતા એવી છે કે હાર્દિક રાજસ્થાન જવાનું પસંદ કરશે અને ત્યાં જ છ મહિના રહેશે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં જામીન મળી ગયા છે. સોમવારે બાકી રહેલા વિસનગરના કેસમાં પણ તેને જામીન મળી જાય તેમ છે ત્યારે હાર્દિક સોમવારે જેલની બહાર આવી જાય તેવી શક્યતા છે.
બ્રિજેશ પટેલના જણાવ્યા પ્રમાણે શુક્રવારે હાર્દિકને જામીન મળ્યા પછી રાજસ્થાનના એક ગુર્જર નેતાએ પાસના એક નેતાને ફોન કરીને પોતે હાર્દિકના રહેવાની તમામ સગવડો કરી આપશે તેવી ઓફર મૂકી હતી. હાર્દિક રાજસ્થાનમાં બેઠાં બેઠાં પાટીદાર આંદોલન ચલાવે તેવી વ્યવસ્થા ગોઠવી આપવાની ખાતરી પણ તેમણે આપી છે.
બ્રિજેશ પટેલે દાવો કર્યો કે શનિવારે હરિયાણાના એક જાટ નેતાએ મને ફોન કરીને હાર્દિકને હરિયાણામાં રહેવાની તમામ સગવડ કરી આપવા ઓફર કરી હતી. તેમણે પણ હાર્દિકને પાટીદાર આંદોલન ચાલુ રાખવા માટે તમામ સવલતો પૂરી પાડવાની અને મદદ કરવાની ખાતરી આપી છે.
પાસના સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયાએ જણાવ્યું કે સોમવારે હાર્દિક જેલમાંથી મુક્ત થાય તે પહેલાં પા.ના આગેવાનોની એક બેઠક મળશે. આ બેઠકમાં હાર્દિકે ક્યાં રહેવું તે અંગે ચર્ચા થશે અને હાર્દિક જે રાજ્યમાં બેઠાં બેઠાં પાટીદાર અનામત આંદોલન ચલાવી શકે તેવું રાજ્ય પસંદ કરાશે.
એવા અહેવાલો પણ આવ્યા હતા કે હાર્દિક મુંબઈ રહી શકે છે કેમ કે તેનાં સગાં મુંબઈમાં છે. હાર્દિકની ફિયાન્સીનાં સગાં પણ મુંબઈમાં છે. જો કે હાર્દિકના પિતા ભરતભાઈએ આ વાતને સમર્થન નથી આપ્યું. તેમણે કહ્યું કે, હાર્દિકે ક્યાં રહેવું તેનો નિર્ણય અમે પાસના કન્વીનરો પર છોડ્યો છે.
હાર્દિકનો પરિવાર સોમવારે સુરત જશે. હાર્દિક ત્યાંથી વિરમગામ પોતાના ઘરે આવવાનો છે. વિરમગામ હાર્દિકના ઘરે તેના પરિવારજનો અને પાસના આગેવાનો સાથે ચર્ચા કરીને હાર્દિકે ક્યાં રહેવું તે અંગે અંતિમ નિર્ણય લેવાશે. જુદાં જુદાં રાજ્યોમાંથી હાર્દિકને જે ઓફરો આવી છે તેના પર ચર્ચા કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -