નવી દિલ્હી: ભારતના રેસલર સુનીલ કુમારે દિલ્હીમાં એશિયન રેસલિન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સુનીલ કુમારે 87 કિલોગ્રામ ગ્રીકો રોમન શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે 27 વર્ષ બાદ ગ્રીકો રોમનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્ષ 1993માં પપ્પૂ યાદવે ગોલ્ડ જીત્યો હતો.
ફાઈનલ મેચમાં સુનીલે કિર્ગિઝસ્તાનના અજાત સલિદિનોવને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ પહેલા સુનિલ કુમારે કઝાકિસ્તાનના અઝામતને12-8થી હરાવીને ફાઈનલમાં પહોંચ્યો હતો. તે 2019માં પણ ફાઈનલમાં પહોંચ્યો હતો, પરંતુ ત્યારે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવાનો પડ્યો હતો.