નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ટીમ ઇન્ડિયાના પૂર્વ બોલર શ્રીસંતને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈ તરફથી આ શ્રીસંત પર લગાવવામાં આવેલ આજીવ પ્રતિબંધ કત્મ કર્યો છે. જસ્ટિસ અકોશ ભૂષણની અધ્યક્ષતાવીળી સુપ્રીમ કોર્ટની બેંચે બીસીસીઆઈને પૂર્વ ક્રિકેટર શ્રીસંતને આપવામાં આવેલ સજા પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે.
શ્રીસંત પર આજીવન પ્રતિબંધ ખત્મ થઈ ગયો છે. પરંતુ હજુ તે રમી નહીં શકે. કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈ શ્રીસંતનો પક્ષ પણ સાંભળે. કોર્ટે એ પણ કહ્યું કે, આજીવન પ્રતિબંધ વધારે પડતો છે.
નિર્ણય બાદ શ્રીસંત ખુદ મીડિયા સામે આવ્યો અને તેણે વકીલોનો આભાર માન્યો અને કહ્યું કે, મેદાન પર વાપસી માટે પૂરી રીતે તૈયાર છું. તેણે એ પણ કહ્યું કે, જો લિએન્ડર પેસ 45 વર્ષની ઉંમરે ગ્રાન્ડસ્લેમ રમી શકે તો હું પણ ક્રિકેટ રમી શકુ છું.