ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાલ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સુરેશ રૈનાએ બુધવારે રાતે દિલ્હી સામે રમાયેલી મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ગઈકાલે દિલ્હીના ઓપનર પૃથ્વી શૉનો કેચ પકડવાની સાથે જ તેણે આઈપીએલમાં કેચની સેન્ચુરી લગાવી હતી. આઈપીએલના ઇતિહાસમાં 100 કેચ પકડવાની સિદ્ધી હાંસલ કરી હતી. રૈનાએ આઈપીએલમાં કુલ 189 મેચ રમી છે. સૌથી વધારે કેચ પકડવાના મામલે એબી ડિવિલિયર્સ 84 કેચ સાથે બીજા નંબર પર છે.


રૈનાએ દિલ્હી સામે 37 બોલમાં 59 રનની ઈનિંગ રમી હતી હતી. જેની સાથે જ તે ટી20 ક્રિકેટમાં 50મી ફિફ્ટી હતી. આ સાથે જ તે 50+નો સ્કોર બનાવનારો પાંચમો ભારતીય બેટ્સમેન બની ગયો હતો. વિરાટ કોહલી 60 વખત આ કારનામું કરી ચુક્યો છે અને તે લિસ્ટમાં પહેલા નંબર પર છે.


આ ઉપરાંત સુરેશ રૈનાએ એક ખાસ રેકોર્ડ પણ તેના નામે નોંધાવી દીધો છે. બુધવારે રાતે મેચમાં રૈનાએ 59 રનની ઈનિંગ રમવાની સાથે આઈપીએલ 2019માં 300 રન પૂરા કરી લીધા છે. ચાલુ સીઝનમાં તે 13 મેચમાં 306 રન બનાવી ચુક્યો છે. જેનવી સાથે તે આઈપીએલ ઇતિહાસની તમામ 12 સીઝનમાં 300+ રન બનાવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. રૈનાએ સર્વાધિક રન આઈપીએલ 2013માં બનાવ્યા હતા. તે વખતે તેણે 548 રન ફટકાર્યા હતા.

સુરેશ રૈના આઈપીએલ ઈતિહાસમાં સર્વાધિક રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં બીજા નંબર પર છે. તે અત્યાર સુધીમાં 5291 રન ફટકારી ચુક્યો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 5396 રન સાથે નંબર વન પર છે.

IPL 2019: ચેન્નાઇએ દિલ્હીને 80 રનથી હરાવ્યું, પોઇન્ટ ટેબલમાં ટોપ પર

બર્થ ડે પર પતિ વિરાટ સાથે આ રીતે અનુષ્કાએ વીતાવ્યો સમય, જુઓ તસવીરો