ચાલુ આઇપીએલમાં રૈનાએ પહેલી ફિફ્ટી ફટકારી, આ સાથે આઇપીએલમાં અત્યાર સુધી 36 ફિફ્ટી ફટકારી દીધી છે.
રૈનાએ આઇપીએલમાં બે ટીમો સામે 800થી વધુ રન ફટકારવાની ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. પહેલા મુંબઇ ઇન્ડિયન્સની સામે રૈનાએ 800 રન બનાવ્યા, ને પહેલો ખેલાડી બની ગયો. બાદમાં આ કારનામું કોલકત્તા સામે કર્યુ, કોલકત્તા સામે 800થી વધુ રન બનાવ્યાની સાથે જ બે ટીમો સામે 800થી વધુ રન બનાવનારો એકમાત્ર ખેલાડી બની ગયો છે.
આઇપીએલમાં એક ટીમ વિરુદ્ધ સર્વાધિક રન....
સુરેશ રૈના - કેકેઆર - 810 રન
સુરેશ રૈના - મુંબઇ - 803 રન
વિરાટ કોહલી - દિલ્હી - 802 રન
ક્રિસ ગેલ - પંજાબ - 797 રન
ડેવિડ વૉર્નર - કેકેઆર - 762 રન