નવી દિલ્હીઃ ભારતી ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાય સમયથી નંબર-4ની પૉઝિશન માટે ઝઝૂમી રહી છે, છેલ્લા એક વર્ષમાં કેટલાય ખેલાડીઓને નંબર-4 પર અજમાવ્યા છતાં હજુ સુધી કોઇ યોગ્ય વિકલ્પ મળી શક્યો નથી. હવે આ નંબરની પૉઝિશન માટે ટીમ ઇન્ડિયાના ધૂરંધર ખેલાડીઓ દાવો ઠોક્યો છે. આ ખેલાડી અનુભવી સુરેશ રૈના છે. ધ હિન્દુએ ગુરુવારે સુરેશ રૈનાના હવાલાથી જણાવ્યુ કે, રૈનાએ નંબર ચારની પૉઝિશન બેટિંગ કરવાની તૈયારી બતાવી છે, તેને કહ્યું હું ભારત માટે નંબર ચાર પર બેટિંગ કરી શકુ છુ, મેં પહેલા પણ આ નંબર પર બેટિંગ કરી છે અને સારુ પ્રદર્શન કર્યુ છે. વર્લ્ડકપ રમાવવાનો છે અને હું તકની રાહ જોઉ રહ્યો છું. જો મને તક મળશે તો હું તે કરીને બતાવીશ.
ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈનાએ ભારત તરફથી અત્યાર સુધી 226 વનડે રમી છે, અને 5 સદી અને 36 અડધીસદી સાથે 5615 રન બનાવી ચૂક્યો છે. જોકે, રૈના છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે.