નવી દિલ્હી: ટીમ ઈન્ડિયામાંથી લાંબા સમયથી બહાર ચાલી રહેલા મિડલ ઑર્ડર બેટ્સમેને સુરેશ રૈના હવે આગામી કેટલાક સમય માટે ક્રિકેટ મેદાનની બહાર રહેશે સુરેશ રૈનાએ શુક્રવારે પોતાના ઘૂંટણની સર્જરી કરાવી છે. જેના કારણે આગામી ઘરેલૂ ક્રિકેટમાંથી થોડા સમય માટે બહાર રહેશે. આ જાણકારી બીસીસીઆઈએ ટ્વીટ કરીને આપી હતી.

બીસીસીઆઈએ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું કે,'સુરેશ રૈનાએ ઘૂંટણમાં સર્જરી કરાવી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ઘૂંટણના કારણે પરેશાન હતા. સર્જરી સફળ રહી છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા તેમને 4થી 6 સપ્તાહનો સમય લાગશે.'


32 વર્ષીય બેટ્સમેન રૈનાએ છેલ્લે ટીમ ઇન્ડિયા માટે ગત વર્ષે જુલાઈમાં ઇંગ્લેન્ડ સામે લોડ્સમાં વન ડે મેચ રમી હતી. રૈનાએ અત્યાર સુધી 18 ટેસ્ટ, 226 વન ડે અને 78 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે.

રોહિત શર્મા અને જાડેજાએ કોહલી-બુમરાહની ઉડાવી મજાક, જુઓ વીડિયો

વિરાટ કોહલીએ મેદાનમાં જ ક્રિસ ગેલ સાથે કર્યો ડાન્સ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો VIDEO