જો કે, ઓસ્ટ્રેલિયા માટે ભારતીય ટીમની જાહેરાતમાં તેનું નામ સામેલ ન કરાતા ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાંતો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. તેની વચ્ચે ભારતીય દિગ્ગજ સ્પીનર હરભજન સિંહે સુર્યકુમાર યાદવને લઈને મોટું નિવેદન આપ્યું છે. હરભજને સુર્યકુમાર યાદવને ભારતનો એબી ડિવિલિયર્સ ગણાવ્યો છે.
સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા હરભજને સુર્યકુમારની પ્રશંસા કરતા કહ્યું કે, “તેમાં કોઈ શંકા નથી કે, સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાને શાનદાર રીતે એક ગેમ ચેન્જર્સથી લઈ પ્રાઈમરી મેચ વિનર તરીકે ટ્રાન્સફોર્મ કર્યું. તેણે પોતાની બેટિંગની ઘમી જવાબદારી લીધી હતી, અને એવું નથી કે તે 100ની સ્ટ્રાઈક રેટથી રમે છે, જો તમે તેની સ્ટ્રાઈક રેટ જુઓ તો તે પ્રથમ બોલથી જ હિટ કરવાનું સરુ કરી દે છે.”
હરભજન સિંહે વધુમાં કહ્યું કે, સૂર્યકુમાર યાદવ એક અવિશ્લસનીય ખેલાડી છે. આ પહેલી સીઝન નથી કે જ્યારે સુર્યકુમાર યાદવે પોતાની ક્લાસ બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા. મુંબઈમાં સામેલ થયા બાદ તે વધુ રન બનાવીને લિસ્ટમાં સૌથી ઉપર ચે. તેણે 2018 અને 2019માં ક્રમશ 512 અને 424 રન બનાવ્યા હતા. તેને રોકવું મુશ્કેલ છે. કારણ કે તેની પાસે તમામ પ્રકારનો શોટ છે. તે ભારતીય એબી ડિવિલિયર્સ છે.
તેમણે કહ્યું કે, મને લાગે છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈતો હતો. પણ એવું થયું નથી. પરંતુ તે વધારે દુર નથી. તે એક અવિશ્વનિય ખેલાડી છે.