વોર્શટરશયર તરફથી રમતા ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે ફક્ત 18 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના રિકી વેસલ્સે 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. વર્લ્ડકપમાં ગપ્ટિલ નિષ્ફળ રહ્યો હતો. જોકે હવે તે ફોર્મમાં આવી ગયો છે. ડરહામ વિરુદ્ધ તો તેણે રનનો વરસાદ કરી નાખ્યો હતો. ગુપ્ટિલે ફક્ત 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. દર ઓવરમાં તેના બેટમાંથી છગ્ગો નીકળી રહ્યો હતો. ગુપ્ટિલે ફક્ત 31 બોલમાં 86 રન ફટકારી દીધા હતા. જેમાં તેણે ચાર ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આમ તેણે કુલ રનમાં 72 રન તો બાઉન્ડ્રીથી જ બનાવ્યા હતા. તેની ટીમને 182 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને ટીમે 12 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો. ગપ્ટિલે અણનમ 86 રન બનાવ્યા હતા.
ગપ્ટિલ ઉરાંત ઓસ્ટ્રેલિયાના રિકી વેસલ્સે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 20 બોલરમાં હાફ સેન્ટુરી ફટાકરી હતી. તેણે કુલ 29 બોલરમાં 72 રન બનાવ્યા હતા. જેમાં તેણે આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ગપ્ટિલ અને વેસલ્સે માત્ર સાત ઓવરમાં જ ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડી દીધો હતો. રહામના બોલર લિયમ ટ્રેવેસકિસની એક જ ઓવરમાં ગુપ્ટિલ અને વેસલ્સે 24 રન ફટકાર્યા હતા. જેમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા લાગ્યા હતા.