નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપ 2021ની શરૂઆત થઇ ચૂકી છે, હાલમાં ચાલી રહેલી ક્વૉલિફાયર મેચમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પોતાના નામ કર્યો છે. બાંગ્લાદેશને ટી20 વર્લ્ડકપ 2021 (T20 World Cup 2021)ની પહેલી જ મેચમાં સ્કૉટલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો, પરંતુ આ મેચમાં શાકિબ અલ હસને બે વિકેટો ઝડપીને દિગ્ગજ બૉલર મલિંગાનો સૌથી વધુ ટી20 વિકેટ તોડીને પોતાના નામે કરી લીધો.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી સ્કૉટલેન્ડની ટીમે 20 ઓવરમાં 9 વિકેટો ગુમાવીને 140 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરોમાં 7 વિકેટો પર માત્ર 134 રન જ બનાવી શકી અને મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચો હાલ ટી20 વર્લ્ડકપમાં આગળના સ્ટેજમાં સ્થાન મેળવવા માટે ક્વૉલિફાયર મેચો છે.
જોકે, મેચમાં શાકિબ અલ હસને (Shakib Al Hasan) શ્રીલંકન દિગ્ગજ લસિથ મલિંગા (Lasith Malinga)નો ટી20માં સૌથી વધુ વિકેટો લેવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ મેચો હાલ ટી20 વર્લ્ડકપમાં આગળના સ્ટેજમાં સ્થાન મેળવવા માટે ક્વૉલિફાયર મેચો છે.
શાકિબ અલ હસને સ્કૉટલેન્ડ સામે 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી આ સાથે જ તેની 89 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 108 વિકેટો થઇ ગઇ છે. શ્રીલંકાના લસિથ મલિંગાના નામે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 107 વિકેટો હતી. હવે શાકિબ અલ હસન એકમાત્ર ક્રિકેટર છે જેના નામે આ ફોર્મેટમાં 100 થી વધુ વિકેટો અને 1000થી વધુ રન છે. આ મેચમાં શાકિબ અલ હસન સ્કૉટલેન્ડના બેટ્સમેન રિચર્ડ બેરિંગટનને આઉટ કરીને મલિંગાની બરાબરી કરી લીધી હતી, અને પછી માઇકલ લીસ્કની વિકેટ લઇને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધી હતો. જોકે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટો લેવાના મામલામાં ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો ટિમ સાઉથી છે, જેને 99 વિકેટો ઝડપી છે.