T20 World Cup 2021, Live Telecast: દુનિયાભરતના ક્રિકેટ ફેન્સનો લાંબા સમયનો ઇન્તજાર ખતમ થવા જઇ રહ્યો છે, આઇસીસી ટી20 વર્લ્ડકપમાં આજથી ક્વૉલિફાયર રાઉન્ડ (Qualifier Round)ની શરૂઆત થઇ રહી છે. આ રાઉન્ડમાં આજે પહેલી મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની (PNG)ની વચ્ચે રમાશે. આ પછી સાંજે સાડા સાત વાગે બાંગ્લાદેશ (Bangladesh) અને સ્કૉટલેન્ડ (Scotland)ની વચ્ચે મેચ રમાશે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા પાકિસ્તાન વિરુદ્ધ 24 ઓક્ટોબરે આ ટૂર્નામેન્ટમા પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટી20  ટી20 વર્લ્ડકપ આજથી 14 નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં રમાવવાની છે. જાણો તમે ભારતમાં ક્યાં ક્યાં ટી20 વર્લ્ડકપની મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. 


ભારતમાં આ ચેનલો પર જોઇ શકો છો ટી20 વર્લ્ડકપની લાઇવ ટેલિકાસ્ટ- 
ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટ (Live Telecast)ના અધિકાર સ્ટાર નેટવર્ક (Star Network)ની પાસે છે.  ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ (Indian Subcontinent) શ્રીલંકા (Sri Lanka), ભૂટાન (Bhutan), બાંગ્લાદેશ (Bangladesh) અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1 (Star Sports 1), સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી (Star Sports 1 HD), સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી (Star Sports 1 Hindi), સ્ટાર સ્પૉર્ટ્સ 2 (Star Sports 2), સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી (Star Sports 2 HD) અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી (Star Sports 2 Hindi)ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર (Disney Hotstar) એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. 


થિએટર (Theatre)માં પણ જોઇ શકાય છે મેચ -
ભારતમાં ક્રિકેટ ફેન્સ આ વર્ષ થિએટરમાં પણ ટી20 વર્લ્ડકપની મેચોનો આનંદ ઉઠાવી શકશે. ક્રિકેટ ફેન્સ માટે રાજધાની દિલ્હી, મુંબઇ,પુણે અને અમદાવાદ સહિત 35 શહેરોના 75 સિનેમાઘરોમાં ટી20 વર્લ્ડકપની મેચો મોટા પડદા પર બતાવવામાં આવશે.


ભારતની મેચ:


24 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
31 ઓગ્ટોબર: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
3 નવેમ્બર: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન
5 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર બી-1
8 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર એ-2


નૉકઆઉટ તબક્કો:


10 નવેમ્બર: સેમીફાઇનલ 1


11 નવેમ્બર: સેમીફાઇનલ 2


14 નવેમ્બર: ફાઇનલ---