દુબઇઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઇકાલે હાઇવૉલ્ટેજ મેચ રમાઇ જેમાં વર્લ્ડકપમાં ઇતિહાસમાં પાકિસ્તાની ટીમે ભારતીય ટીમ પર જીત હાંસલ કરી. આ સાથે જ પાકિસ્તાની ખેલાડીઓ અને ફેન્સ જોરદાર જશ્નમાં આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમને હાર આપ્યા બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનના ખુબ વખાણ થઇ રહ્યાં છે, કેમ કે બન્ને ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરની ભારત સામે પ્રથમ જીત મેળવી છે. જોકે, આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી પાકિસ્તાનની જીત પર દરેક ખેલાડીઓને અભિનંદન આપી રહ્યો છે, આ દરમિયાન તેને મોહમ્મદ રિઝવાનને ગળે લગાવી લીધો હતો. 


વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને કોહલી એકબીજાના ગળે મળી રહ્યાં છે. બન્ને પાકિસ્તાની ક્રિકેટર અને કોહલી એકબીજા સામે હસી પણ રહ્યાં છે. ખરેખમાં, પાકિસ્તાનના મેચ જીત્યા બાદ મોહમ્મદ રિઝવાન મેદાન પર ચારેય બાજુ દોડતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન મોહમ્મદ રિઝવાનની સામે વિરાટ કોહલી આવી જાય છે, અને મોહમ્મદ રિઝવાનને વિરાટ શાબાશી આપીને ગળે લગાવી દે  છે. મોહમ્મદ રિઝવાન પણ સામે વિરાટ કોહલીને અભિનંદન આપે છે. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, અને ફેન્સ આ મૂવમેન્ટને જોઇને વિરાટ કોહલીના વખાણ કરી રહ્યાં છે.






ખાસ વાત છે કે, પાકિસ્તાનની જીતમાં મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરતાં 55 બૉલમાં 79 રનોની ઇનિંગ રમી હતી. પાકિસ્તાનના બન્ને ઓપનરોએ પહેલી વિકેટ માટે 107 બૉલમાં 152 રનોની રેકોર્ડ શતકીય પાર્ટનરશીપ કરી હતી.