દક્ષિણ આફ્રિકામાં હાલમાં મજાંસી સુપર લીગ(MCL) ટી-20 રમાઈ રહી છે. પાર્લ રોક્સ અને ડરબન હીટ વચ્ચે બુધવારે આ મેચ રમાઈ હતી. શામ્સી પાર્લ ટીમ તરફથી રમી રહ્યા છે. તેમણે હર્ડુસ વિલ્જોએનના બોલ પર વિહાબ લુબ્બેનો કેચ કર્યો હતો. તબરેજ શમ્સીએ કેચ કર્યા બાદ પોતાના ખિસ્સામાંથી લાલ રંગનો રૂમાલ કાઢ્યો હતો અને તેની લાકડી(સ્ટીક) બનાવી દીધી હતી. જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.
મજાંસી સુપર લીગો પોતાના ઓફિસિયલ ટ્વિટર પર શમ્સીનો આ જાદૂવાળો વીડિયો પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં લખ્યું કે, ‘વિકેટ ! શમ્સી તરફથી થોડોક જાદૂ પણ ’
જો કે, શમ્સી તેમની ટીમને જીત અપાવી શક્યા ન હતા. મેચમાં ડરબને 4 વિકેટ પર 197 રન બનાવીને મેચ જીતી મેળવી હતી.