નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં એકબાજુ તાલિબાન કેર વર્તાવી રહ્યાં છે, તો બીજીબાજુ દેશની ક્રિકેટ ટીમ હવે જોખમમાં આવી ગઇ છે, અફઘાનિસ્તાનમાં ક્રિકેટ બોર્ડની ઓફિસમાં પણ તાલિબાન ઘૂસી ગયા છે, આ સાથે જ હવે ક્રિકેટ પર સવાલો ઉભા થવા લાગ્યા છે. તાજેતરમાં ટ્વીટર પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તાલિબાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં હથિયારો સાથે ઘૂસી ગયા છે, સાથે પૂર્વ અફઘાનિસ્તાન ક્રિકેટર અબ્દુલ્લા મઝારી પણ દેખાઇ રહ્યો છે. આ તાલિબાનીઓના હાથમાં AK-47 પણ દેખાઇ રહી છે. તસવીર એસીબીના કૉન્ફરન્સ રૂમની બતાવવામા આવી રહી છે. આ તસવીર છેલ્લા 25-30 વર્ષોના સંગીનોના સાયામાં સંવારેલી ક્રિકેટને નિખારવાની તમામ કોશિશો પર પાણી ફેરવતી દેખાઇ રહી છે. તાલિબાનના ખૌફની વચ્ચે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની સીઇઓ હામિદ શેનવારીએ એવો દાવો કર્યો હતો કે ક્રિકેટને આનાથી કોઇ નુકસાન નહીં થાય.  


એટલુ જ નહીં તાલિબાનના કબજા બાદ બનેલી વિકટ સ્થિતિની વચ્ચે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ઘરેલુ ક્રિકેટ ટી20 ટૂર્નામેન્ટ શપાગીજા ક્રિકેટ લીગનુ વિસ્તારિત ઢંગથી 10 થી 25 સપ્ટેમ્બર સુધી અહીં કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન કરવાની તૈયારીમાં છે. આ લીગમાં વધુ બે ટીમોને સામેલ કરવાની સાથે જ ફ્રેન્ચાઇઝીની કુલ સંખ્યા આઠ થઇ ગઇ છે. 


આ લીગની 8મી એડિસન હશે. કાબુલમાં એસીબીના હેડક્વાર્ટરમાં આયોજિત એક સમારોહમાં ગુરુવારે તમામ આઠ ફ્રેન્ચાઇજીના સ્વામિત્વ અધિકાર વેચવામા આવ્યા. આ આઠ ફ્રેન્ચાઇઝીઓમાં હિન્દુકુશ સ્ટારર્સ, પામિર જાલમિયાં, સ્પીનઘર ટાઇગર્સ, કાબુલ ઇગલ્સ, એમો શૉર્ક્સ, બોસ્ટ ડિફેન્ડર્સ, બંદ-એ આમિર ડ્રેગંસ, મિસ એ એઇનાક નાઇટ્સ છે. 


તાલિબાનના ભય વચ્ચે પણ અફઘાનિસ્તાન આ પાડોશી દેશ સાથે ક્રિકેટ રમશે, જાણો ક્યાં રમશે ક્રિકેટ ને કેવી રીતે જશે......
AFG Vs PAK: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશમાં ક્રિકેટની સ્થિતિ પણ સ્પષ્ટ નથી. હાલ તો દેશમાં સમગ્ર રીતે સંકટ છવાયેલુ છે. જોકે, આ બધી મુશ્કેલીઓ છતાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામેની વનડે સીરીઝ રમવાની જાહેરાત કરી દીધી છે. આ સીરીઝ માટે અફઘાનિસ્તાનના ખેલાડીઓ સડક માર્ગેથી પાકિસ્તાન જશો અને ત્યાંથી યુએઇ થઇને ટીમ શ્રીલંકા પહોંચશે. 


પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝ રમાવવાની છે. આ સીરીઝ આઇસીસી વર્લ્ડકપ સુપર લીગનો ભાગ છે. સીરીઝની શરૂઆત ત્રણ સપ્ટેમ્બરથી થઇ રહી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી બતાવવામાં આવ્યુ છે. અફઘાનિસ્તાનના તમામ ખેલાડીઓને વિઝા મળી ગયા છે તે તુર્કહમ સીમા પરથી પાકિસ્તાનમાં પ્રવેશ કરશે, જે બન્ને દેશોની વચ્ચે પ્રવેશનો સૌથી વ્યસ્ત બંદરગાહ છે. 


તુર્કહમ સીમા પાર અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતને પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત સાથે જોડે છે. તુર્કહમ સીમાના માધ્યમથી કાબુલથી પેશાવર સુધી ડ્રાઇવ સાડા ત્રણ કલાકનો લાંબો છે. ટીમ પેશાવરથી ઇસ્લામાબાદ અને ત્યાંથી યુએઇ માટે ઉડાન ભરશે. આ પછી અફઘાનિસ્તાનની ટીમ યુએઇથી કોલંબો માટે ઉડાન ભરશે. 


રાશિદ ખાન લઇ શકે છે ભાગ- 
જોકે, અફઘાનિસ્તાનમાં રહેલી અસ્થિરતા અને અશાંતિની વચ્ચે શાપેજા ક્રિકેટ લીગની આઠમી આવૃતિ તરીકે વિના કોઇ વિઘ્ન આવે રમત આગળ વધવાની સંભાવના છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ, બિગ બેશ લીગ અને પાકિસ્તાન સુપર લીગની જેમ ફ્રેન્ચાઇઝી આધારિત ટી20 ટૂર્નામેન્ટ કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. 


અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન અને મોહમ્મદ નબી દેશમાં બનેલી સ્થિતિ પર પહેલાથી જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. રાશિદ ખાને તો બીજા દેશો પાસે અફઘાનિસ્તાનની મદદ કરવા માટે અપીલ પણ કરી હતી. રાશિદ ખાન જોકે પાકિસ્તાન સામેની સીરીઝમાં ભાગ લઇ શકે છે.