U-19 Cricket World Cup: વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારી અંડર-19 વર્લ્ડકપ (U-19 Cricket World Cup) માટે જાહેર થયેલી 15 સભ્યોની ઓસ્ટ્રેલિયન ટીમમાં ભારતીય મૂળના એક ક્રિકેટરને સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી નિવેથન રાધાકૃષ્ણન (Nivethan Radhakrishnan) છે. નિવેથન રાધાકૃષ્ણન તામિલનાડુ પ્રીમિયર લીગમાં રમી ચૂક્યો છે, અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તે દિલ્હી કેપિટલ્સ માટે નેટમાં બૉલિંગ કરતો હતો.
19 વર્ષીય નિવેથન રાધાકૃષ્ણનનો પરિવાર 2013માં તામિલનાડુથી સિડની જતો રહ્યો હતો, તે અંડર 16 લેવલ પર પણ ઓસ્ટ્રેલિયાનુ પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. આ વર્ષથી તેને તસ્માનિયા માટે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ છે. નિવેથન રાધાકૃષ્ણન ઊંઘા હાથનો ટૉપ ઓર્ડર બેટ્સમેન છે, એટલુ જ નહીં તે બન્ને હાથથી બૉલિંગ પણ કરી શકે છે. નિવેથન રાધાકૃષ્ણનના પિતા અન્બુ સેલ્વને જ તેને બૉલિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. નિવેથન રાધાકૃષ્ણન શરૂઆતમાં ફાસ્ટ બૉલિંગ કરતો હતો, પરંતુ બાદમાં તેને સ્પીન બૉલિંગ કરવાની શરૂ કરી દીધી.
ઉલ્લેખનીય છે કે અંડર 19 વર્લ્ડકપ જાન્યુઆરી 2022માં વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમને વર્લ્ડકપ ગૃપ ડીમાં સ્થાન મળ્યું છે, વેસ્ટ ઇન્ડિઝ, સ્કૉટલેન્ડ અને શ્રીલંકાની સાથે ઓસ્ટ્રેલિયા આ ગૃપમાં છે. અંડર 19 વર્લ્ડકપમાં ભારતીય ટીમ પણ ઉતરી રહી છે. આવામાં નિવેથન રાધાકૃષ્ણનને ભારત વિરુદ્ધ પણ રમતો જોઇ શકશો.
ઓસ્ટ્રેલિયાની અંડર-19 વર્લ્ડકપ ટીમ-
હરકિરત બાઝવા, એડેન કાહિલ, કપૂર કનોલી, જોશુઆ ગાર્નર, ઇસાક હિગિંસ, કેપબેલ કેલાવે, કોરે મિલર, જેક નિસબેટ, નિવેથન રાધાકૃષ્ણન, વિલિયમ સાલ્જમાન, લાચલન શૉ, જેક્સન, સિનફીલ્ડ, ટોબાસ સ્નેલ, ટૉમ વ્હીટની, ટીગ વિલી.
આ પણ વાંચો-
બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો
Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે
બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ