TNPSCની પરીક્ષામાં 112મો પ્રશ્ન ધોની પર હતો જેમાં પૂછવામાં આવ્યું હતું–જો ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ એવરેજ પ્રથમ 30 મેચોમાં 72ની હતી અને 31મી મેચમાં તે વધીને 73 રનની થઈ ગઈ તો તેણે 31મી મેચમાં કેટલા રન બનાવ્યા? ટ્વીટર પર આ સવાલનો સ્ક્રીનશૉટ વાયરલ થઈ ગયો જેના પર ઘણા ફેન્સે સાચો જવાબ આપ્યો.
આ સવાલનો સાચો જવાબ 103 રન છે. ઘણા પ્રશંસકોએ તેનો સાચો જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશનમાં 15 લાખ લોકોએ ભાગ લીધો હતો. જેમાં 200 સવાલ પુછવામાં આવ્યા હતા.
આ પહેલા એમએસ ધોની સાથે જોડાયેલ સવાલ પહેલા પણ પરીક્ષાઓમાં પુછવામાં આવ્યો હતો. આ વર્ષે 6 મે ના રોજ આઈઆઈટી મદ્રાસની પરીક્ષામાં ધોની ઉપર સવાલ પુછવામાં આવ્યો હતો. સેમેસ્ટર પરીક્ષામાં છાત્રોને સવાલ કરવામાં આવ્યો હતો કે ધોની(MS Dhoni)એ મુંબઈ ઇન્ડિયન્સ સામે ક્વોલિફાયર મેચમાં ટોસ જીત્યા પછી પહેલા બેટિંગ કરવી જોઈતી હતી કે બોલિંગ? આઈસીસીએ(ICC) આ પ્રશ્નની તસવીર પણ પોતાના ટ્વિટર હેન્ડલ પણ શેર કરી હતી.