નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન હાલમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર છે. અશ્વિન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમનો કેપ્ટન છે. આ દરમિયાન રિપોર્ટ્સ છે કે તે અશ્વિન કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ છોડીને આગામી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાશે.
દિલ્હી કેપિટલ્સના માર્ગદર્શક સૌરવ ગાંગુલીએ કહ્યું, જો અશ્વિન તેની ટીમમાં જોડાય તો તે ખૂબ સારું રહેશે. અશ્વિનના પંજાબ છોડ્યા બાદ ઓપનર કેએલ રાહુલને કેપ્ટનશિપ મળી શકશે.
અશ્વિનને 2018 માં પંજાબે 7.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અશ્વિનની કેપ્ટનશિપ હેઠળ, પંજાબ બે વર્ષમાં એકવાર પણ પ્લે માં સ્થાન મેળવી શક્યું નથી.