નવી દિલ્હીઃ મંગળવારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપ 2019 માટે ટીમની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશે ટીમની જાહેરાત કર્યા બાદ એક બાંગ્લાદેશી ક્રિકેટ રડી પડ્યો હતો. ફાસ્ટ બોલર તાસ્કિન અહમદને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં ન આવ્યો. આ જ કારણે તાસ્કિન અહમદ મીડિયા સામે રડી પડ્યો હતો.




બાંગ્લાદેશ ક્રિકેટમાં આ બીજી ઘટના છે જ્યારે કોઈ ક્રિકેટરને વર્લ્ડ કપ ટીમમાં સામેલ ન કરવા પર ભાવુક થયો હોય. આ પહેલા વર્લ્ડ કપ 2015માં ટીમમાં સામેલ ન કરવા પર પેસર મશર્ફે મુર્તજાની આંખમાં આંસૂ આવી ગયા હતા. પરંતુ આજે તેની મેહનત અને નસીબે મુર્તજાને વનડે ટીમનો કેપ્ટન બનાવી દીધો છે, જે આ વખતે વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશ ટીમની કમાન સંભાળશે.



જો તાસ્કન અહમદની વનડે કારકિર્દીની વાત કરીએ તો તેણે બાંગ્લાદેશ માટે 32 મેચ રમ્યા છે. આ 32 મેચમાં તેણે 5.95ની સરેરાશતી 45 વિકેટ ઝડપી છે. એક વખત તાસ્કિન પાંચ વિકેટ પણ ઝડપી ચૂક્યો છે. પરંતુ ઓક્ટોબર 2017થી વનડે ટીમથી બહાર તાસ્કિન ઈજાનો સામનો કરી રહ્યો છે. એવામાં બોર્ડે તેના પર વિશ્વાસ ન રાખ્યો.

વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમઃ મશરફે મુર્તજા (કેપ્ટન), તમન ઈકબાલ, મહમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શકિબ અલ હસન (વાઈસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, સબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન, રુબેલ હુસૈન, મુસ્તાફિજુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદ્દેક હુસૈન, અબૂ જાયેદ