રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. શમીએ પણ વન ડે સીરિઝમાં શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે ઇજામાંથી પાછા ફરેલા શિખર ધવન અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વન-ડે અને ટી-20 ટીમમાં વાપસી થઈ છે. શિખર ધવનને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચ દરમિયાન ઈજા થઈ હતી. જેના કારણે ઘૂંટણમાં 25 ટાંકા લેવા પડ્યા હતા.
બુમરાહ છેલ્લા ચાર મહિનાથી મેદાનમાંથી બહાર હતો, તેની કમરમાં સ્ટ્રેસ ફ્રેક્ચર હતું. બુમરાહે વિશાખાપટ્ટનમમાં નેટ્સમાં બોલિંગ કરી હતી. આ પછી તેને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. બુમરાહ ટીમમાં આવવાથી ટીમ ઇન્ડિયાની બોલિંગ મજબૂત બનશે. બુમરાહ શ્રીલંકા સામે ટી-20 શ્રેણી પહેલા કેરળ સામે રણજી મેચ રમશે. બુમરાહ ગુજરાત ટીમનો સભ્ય છે.
2020ની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 શ્રેણીથી કરશે. શ્રેણીની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. બીજી ટી-20 મેચ 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં અને ત્રીજી ટી-20 મેચ 10 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે. આ પછી ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરિઝ રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. પ્રથમ મેચ 14 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી 17 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી મેચ 19 જાન્યુઆરીએ બેંગલોરમાં રમાશે. આ શ્રેણી પછી ટીમ ઇન્ડિયા પાંચ ટી-20 મેચ, 3 વન-ડે અને 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે.
શ્રીલંકા વિરુદ્ધ ટી-20 ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, મનીષ પાંડે, વોશિંગ્ટન સુંદર અને સંજૂ સૈમસન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, કેદાર જાધવ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝર્વેન્દ્ર ચહલ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને બુમરાહ