ડાબોડી બેટ્સેમેને સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને લખ્યું, ઈમાનદારીથી કહું તો બીજી વખત ઘૂંટણનું ઓપરેશન કરાવવાનો ફેંસલો મુશ્કેલ હતો. મને ખબર હતી કે આમ થવાથી થોડા મહિના હું ક્રિકેટથી દૂર થઈ જઈશ અને થોડા સપ્તાહ પહેલા હું આ માટે તૈયાર નહોતો. મને આશા છે કે હું જલદી મારા પગ પર ઉબો થઈ જઈશ, મેદાન પર ઉતરીશ અને મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.
રૈનાએ એમ પણ લખ્યું કે, મને આ સમસ્યા ઘણા સમય પહેલા શરૂ થઈ હતી. 2007માં મેં પ્રથમ વખત ઘૂંટણની સર્જરી કરાવી હતી અને બાદમાં હું મેદાન પર ઉતર્યો અને મારું સો ટકા યોગદાન આપ્યું હતું. આ માટે મારા ડોક્ટરો અને ટ્રેનરોનો આભાર.
ભારત તરફથી 18 ટેસ્ટ, 226 વન ડે અને 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારો રૈના 2018માં ઈંગ્લેન્ડ સામે અંતિમ વખત વન ડેમાં રમ્યો હતો.