નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વન ડે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં યુવરાજે નિવૃત્તિ પરત ખેંચવાની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. તે ઘરેલુ ટીમ પંજાબમાં એક ખેલાડી અને મેંટર તરીકે જોડાવા માંગે છે. જેની મંજૂરી માટે તેણે બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પત્ર પણ લખ્યો છે.

સિક્સર કિંગ નામથી જાણીતો યુવરાજ સિંહ પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. હેઝલ કિચે ઈન્સ્ટાગ્રામ પર પતિ યુવરાજ સિંહ સાથે રોમાંટિક ફોટો શેર કર્યો છે. જેમાં યુવરાજ પત્નીને કિસ કરતો નજરે પડી રહ્યો છે.



તસવીર શેર કરીને હેઝલે કેપ્શનમાં લખ્યું, હું માનું છું કે તમે કામ કરતા અને બિઝી વ્યક્તિ હો પરંતુ શું તુ મારા માટે ઘરે પરત આવી શકે છે.... હું તને મિસ કરું છું. ફોટો જોઈને કેટલાક ફેન્સે આ કપલના ઘરેથી ખુશખબરી મળવાનો સવાલ કરવા લાગ્યા હતા.



2011ના વર્લ્ડકપ બાદ યુવરાજ સિંહ ટ્યુમરની સારવારના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. પરંતુ તે પછી ભારતીય ટીમમાં કમબેક કરીને જૂની લય હાંસલ કરી શક્યો નહોતો અને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.