મહેન્દ્ર સિંહ ધોની આર્મી કેમ્પમાં આ શું કરી રહ્યો હતો? આ તસવીરો જોઈને તમે ચોંકી જશો
abpasmita.in | 06 Aug 2019 01:08 PM (IST)
ધોનીને તાજેતરમાં જ કાશ્મીર ખાતે ભારતીય જવાનો સાથે વોલીબોલ રમતો જોવામાં મળ્યો હતો. આ અંગેની તસવીર વાયરલ થઈ હતી. હવે ધોનીની વધુ એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા એમએસ ધોની હાલ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય આર્મી સાથે ફરજ બજાવી રહ્યો છે. હાલ તે 106 ટીએ બટાલિયન (પેરા) સાથે ફરજ પર છે. આર્મીમાં ફરજ બજાવવા માટે તેણે ક્રિકેટમાંથી બે મહિનાનો વિરામ લીધો છે. ધોની આગામી 15મી ઓગસ્ટ સુધી ખીણમાં જ રહેશે. નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા એમએસ ધોની હાલ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય આર્મી સાથે ફરજ બજાવી રહ્યો છે. હાલ તે 106 ટીએ બટાલિયન (પેરા) સાથે ફરજ પર છે. આર્મીમાં ફરજ બજાવવા માટે તેણે ક્રિકેટમાંથી બે મહિનાનો વિરામ લીધો છે. ધોની આગામી 15મી ઓગસ્ટ સુધી ખીણમાં જ રહેશે. મહેન્દ્ર ધોની પોતાના સરળ અને હંમેશા જમીન પર જ રહેવાના સ્વભાવ માટે જાણીતો છે. જે તસવીર વાયરલ થઈ છે તેમાં તે પોતાના આર્મી બૂટને પોલીશ કરી રહ્યો છે. વિકેટકિપર તેમજ બેટ્સમેન ધોનીએ ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ સાથે જવાને બદલે કેટલાંક સમય માટે ભારતીય સેનામાં ફરજ બજાવવાનું નક્કી કર્યું હતું. ધોનીની વિનંતીને માન્ય રાખીને બીસીસીઆઈએ તેને આ માટે પરવાનગી આપી હતી. ધોની 31મી જુલાઈના રોજ આર્મી રેજીમેન્ટ સાથે જોડાયો હતો. ધોનીની જે તસવીર વાયરલ થઈ છે તે પ્રશંસકોને ખૂબ પસંદ આવી છે. લોકો આ તસવીર જોયા બાદ ધોનીની સાદગીના વખાણ કરતા થાકતાં નથી. લોકો કહી રહ્યા છે કે, અમને અમારા સિપાહી પર ગર્વ છે.