ગુરમીત ચૌધરીએ સોશિયલ મીડિયા પર લખ્યું- કાશ્મીરના આર્મી કેમ્પમાં મેં મારા બાળપણનો ઘણો સમય વિતાવ્યો છે. હંમેશાથી મને લાગતું હતુંકે આ જગ્યા પર રહું. 370 હટ્યા બાદ કાશ્મીરમાં ઘર લેવા અને બિઝનેસ કરવાનું સપનું પૂરું થશે. આ નિર્ણય ઐતિહાસિક છે અને હું ખુબ રોમાંચિત મહેસુસ કરું છું. જય હિન્દ.
આ પહેલા ઝાયરા વસીમે પણ ટ્વીટ કર્યું હતું. ઝાયરા વસીમે ટ્વિટ કરીને કહ્યું કે, આ સમય પણ પસાર થઈ જશે. ઝાયરાએ આ ટ્વિટ ઘણા સમય પછી કર્યું છે. ઝાયરાએ પાછળનાં દિવસોમાં ધર્મની વાત કરીને બોલિવૂડ છોડ્યું હતું. કાશ્મીરની જ ઝાયરાએ કાશ્મીરને લઈને ટ્વિટ કર્યું છે. ઝાયરા સિવાય પણ ઘણા અભિનેતાઓ આ મુદ્દે ટ્વિટ કરી રહ્યાં છે.