નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનો ફાળો આપનારા ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહની મુશ્કેલી વધી છે. વર્ષ 2020માં યુવરાજે દલિત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના વિશે હરિયાણા પોલીસે હવે એફઆઈઆર નોંધાવી છે. દલિત માનવ અધિકારના વકીલ અને કન્વીનર રજત કલસનની ફરિયાદના આધારે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.


રિપોર્ટ મુજબ, યુવરાજ સામે 8 મહિના પહેલા ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પોલીસે હવે તેના પર કાર્યવાહી કરી છે. આ એફઆઈઆર હિસારના હંસી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. યુવરાજ પર આઈપીસીની કલમ 153, 153 એ, 295, 505 અને એસસી / એસટી એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.

1 જૂન, 2020ના રોજ ક્રિકેટર રોહિત શર્મા અને યુવરાજ સિંહ વચ્ચેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં યુવરાજસિંહે અનુસૂચિત સમાજ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઈ હંગામો થયો હતો. વકીલ રજત કલસને યુવરાજ સિંહની ધરપકડ કરવાની માંગ કરી હતી.

Lockdown: કોરોનાના નવા કેસ આવતાં ફફડી ઉઠેલા આ દેશે લાદયું લોકડાઉન, જાણો  વિગત

રાશિફળ 15 ફેબ્રુઆરીઃ  સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા ન કરતા આ કામ, જાણો આજનું રાશિફળ