India vs England 3rd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી અને અંતિમે વનડે મેચ (ODI) રમાશે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં બન્ને ટીમો હાલ 1-1ની બરાબરી પર છે. ભારતીય ટીમે પ્રથમ મેચ જીતી હતી અને બીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ મેચોની વનડે સીરીઝ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમ પુણેમાં રમાઇ રહી છે. બીજી વનડેમાં હાર બાદ આજની ફાઇનલ (Final ODI) વનડે જીતવા માટે કેપ્ટન કોહલી (Team india) ટીમ ઇન્ડિયામાં બે મોટા ફેરફાર કરી શકે છે. જાણો કોનુ કોનુ કપાઇ શકે છે પત્તુ.....
બે મોટા ફેરફાર થઇ શકે છે ટીમ ઇન્ડિયામાં....
બીજી વનડેમાં મળેલી કારમી હાર બાદ કેપ્ટન કોહલી (Virat Kohli) બૉલિંગ લાઇન અપને મજબૂત કરવા પર ભાર મુકી શકે છે. રિપોર્ટ છે કે સ્પીનર કુલદીપ યાદવ અને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને ટીમમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે. સ્પિનર કુલદીપ (kuldeep yadav) યાદવ અને કૃણાલ પંડ્યા(krunal pandya)ને ખૂબ ધુલાઈ થઈ હતી. બંનેએ બીજી મેચમાં કુલ 16 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 156 રન આપ્યા હતા. આવી સ્થિતિમાં કેપ્ટન વિરાટ કોહલી( Virat kohli) આ બંનેની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે.
36 વર્ષની બાદશાહત કાયમ રાખવા માંગશે ટીમ ઈન્ડિયા
વનડે ક્રિકેટમાં ઈંગ્લેન્ડ (England) વિરુદ્ધ ઘરમાં ટીમ ઈન્ડિયા (Team India)નું પલડુ ભારે રહ્યું છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે છેલ્લા 36 વર્ષમાં એક પણ દ્વિપક્ષીય વનડે સીરિઝમાં હાર્યું નથી. એવામાં ભારતીય ટીમ (Team India) 36 વર્ષની પોતાની બાદશાહત કાયમ રાખવા માંગશે.
ઉલ્લેખનીય છે કે, બીજી વન ડેમાં પ્રવાસી ટીમે(England Tour of India 2021) ભારતીય ટીમને 6 વિકેટથી હાર આપી હતી. ભારતે મેચ (Team India) જીતવા આપેલા 337 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 110 રનની પાર્ટનરશિપ કરી જીતનો પાયો નાંખ્યો હતો.
ભારતીય ટીમ-વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, રિષપ પંત, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ