યાંગુન:  મ્યાનમાર (Myanmar)માં તખ્તાપલટ બાદ ભારે હિંસા ફાટી નીકળી છે.  મ્યાનમાર (Myanmar)ની સેનાએ શનિવારે દેશની રાજધાનીમાં પરેડ સાથે વાર્ષિક સશસ્ત્ર દળની ઉજવણી કરી હતી. આ સમય દરમિયાન પ્રદર્શનકારીઓ (protesters) શાંતિપૂર્ણ રીતે યાંગૂન, માંડલે અને અન્ય નગરોમાં રેલી કાઢી હતી. ત્યારે સેનાએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને તેમના પર ફાયરિંગ (Firing) કર્યું હતું. જ્યારે દેશના અન્ય વિસ્તારોમાં ગત મહિને થયેલા તખ્તાપલટના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનને દબાવવા સેના અને પોલીસકર્મીઓએ ક્રૂરતા સાથે ફાયરિંગ કર્યું હતું. જેમાં 90થી વધુ લોકોનાં મોત થયા હતા.  



યાંગુન(yangon)માં હાલમાં મૃત્યુઆંક અંગે માહિતી ભેગી કરનારા એક સ્વતંત્ર સંશોધનકારે શનિવાર સાંજ સુધીમાં મૃત્યુ પામેલા 93 લોકોનો આંકડો આપ્યો હતો. મૃતકો આશરે બે ડઝન શહેરો અને નગરોમાંથી હતા. આ આંકડાઓ બળવા પછીના બે મહિના બાદ સૌથી લધુ લોહિયાળ દિવસોમાંનો એક છે.



ઓનલાઈન સમાચાર વેબસાઇટ 'મ્યાનમાર નાઉ' ના અહેવાલ અનુસાર, મૃત્યુઆંક 91 પર પહોંચી ગયો છે. આ બંન્ને સંખ્યા તખ્તાપલટ બાદ તેના પહેલાના એક દિવસમાં સર્વાધિક મોતના 14 માર્ચના આંકડા કરતા વધારે છે. તે વખતે મૃતકોની સંખ્યા 74 અને 90 ની વચ્ચે હોવાનું કહેવામાં આવી હતી. 


આ હત્યાઓને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા કરવામાં આવી રહી છે અને મ્યાનમાર (Myanmar)માં અનેક કૂટનીતિક મિશનો દ્વારા શનિવારે બાળકો સહિતના નાગરિકોની હત્યાનો ઉલ્લેખ કરનારા નિવેદનો બહાર પાડવામાં આવ્યા છે.


પોતાની સુરક્ષાને ધ્યાન રાખતા નામ ન જાહેર કરવાની ઈચ્છા વ્યક્ત કરનાર આ સંશોધનકર્તા સામાન્યપણે ‘અસિસ્ટેન્સ એસોસિએશન ઓફ પોલિટિકલ પ્રિઝન્રસ’ દ્વારા જાહેર આંકડાને સરખાવે છે. આ સંસ્થા મૃત્યુ અને ધરપકડના આંકડાની વિગતો જાળવે છે અને તેને એક મજબૂત સૂત્ર તરીકે જોવામાં આવે છે. એસોસિએટેડ પ્રેસ સ્વતંત્ર રીતે મોતના તે આંકડાઓની પુષ્ટી કરતું નથી.  એસોસિએશન ઓફ પોલિટિકલ પ્રિઝનર્સે શુક્રવાર સુધી તખ્તાપલટ બાદ થયેલી હિંસમાં 328 લોકોના મોતની પુષ્ટી કરી હતી.