નવી દિલ્હી: ક્રિકેટ ફરી શરૂ થવાની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ક્રિકેટ સાઉથ આફ્રિકા ત્રણ ટી-20 મેચ સીરીઝ રમાડવા માટે તૈયાર છે.
આ સીરિઝ રમવા માટે ટીમ ઈન્ડિયા ઓગસ્ટમા દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. જો કે આ સીરિઝના આયોજન માટે સરકારની અનુમતિ મળવાની હજુ બાકી છે.
ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા માર્ચના પ્રથમ સપ્તાહથી મેચ રમ્યા નથી. માર્ચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસ પર ત્રણ વનડે મેચની સીરિઝ માટે આવી હતી. આ સીરિઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી, જ્યારે અન્ય બે મેચ કોરોના સંકટના કારણે રદ કરવામાં આવી હતી. આ રીતે બન્ને દેશો વચ્ચે રમાનારી આ સીરિઝ એક પણ મેચ રમ્યા વગર રદ થઈ ગઈ હતી.
આ પહેલા અહેવાલ આવ્યા હતા કે, ટીમ ઈન્ડિયા જલ્દી જ ટ્રેનિંગ શરૂ કરી શકે છે. પરંતુ બીસીસીઆઈએ અત્યાર સુધી ખેલાડીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી નથી.
દુનિયાભરમાં ક્રિકેટનું આયોજનની શરૂઆત જુલાઈમાં શરુ થઈ શકે છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જુલાઈમાં ટેસ્ટ સીરિઝ રમવા માટે સહમત થયા છે. કોરોના વાયરસના કારણે આ સીરિઝનું આયોજન બોયો સિક્યોર સ્ટેડિયમમાં થઈ શકે છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ જુલાઈમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરી શકે છે.
ત્રણ મેચોની T20 સીરિઝ રમવા દક્ષિણ આફ્રિકા જશે ટીમ ઈન્ડિયા, ઓગસ્ટમાં થશે આયોજન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 May 2020 04:46 PM (IST)
માર્ચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસ પર ત્રણ વનડે મેચની સીરિઝ માટે આવી હતી. આ સીરિઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી, જ્યારે અન્ય બે મેચ કોરોના સંકટના કારણે રદ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -