નવી દિલ્હીઃ BCCI દ્વારા ન્યૂઝીલેન્ડમાં રમાનારી ત્રણ મેચની વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી-20 બાદ વન ડેમાં શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. શિખર ધવનને બેંગલુરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે ખભામાં ઈજા પહોંચી હતી. ચાલુ મેચમાં જ ધવન મેદાનમાંથી બહાર થયો હતો અને બેટિંગમાં પણ આવ્યો નહોતો.

પૃથ્વી શૉને મળ્યું  ટીમમાં સ્થાન

ન્યૂઝીલેન્ડ સામે ધવનના સ્થાને યુવા ઓપનર પૃથ્વી શૉનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૃથ્વી શૉએ રવિવારે ન્યૂઝીલેન્ડ એ સામે રમતી વખતે 100 બોલમાં 150 રનની ઈનિંગ રમી હતી. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ બાદ 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણી રમશે. 24 જાન્યુઆરીએ પહેલી ટ્વેન્ટી-20 મેચ સાથે ભારતીય ટીમનો પ્રવાસ શરૂ થશે.

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ODI સીરિઝ માટે જાહેર કરેલી ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), પૃથ્વી શૉ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, કેદાર જાધવ


ન્યૂઝીલેન્ડ સામેની T-20 શ્રેણીમાં શિખર ધવનના સ્થાને કોનો કરાયો સમાવેશ, જાણો વિગતે

Hyundai એ લોન્ચ કરી કોમ્પેક્ટ સેડાન Aura, કિંમત 6 લાખ રૂપિયાથી પણ ઓછી, જાણો કેવા છે ફીચર્સ