નવી દિલ્હી: ન્યૂઝિલેન્ડને 6 વિકેટથી હરાવીને ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી. ભારતની આ જીતમાં શ્રેયસ ઐય્યરનું ખુબ મોટું યોગદાન હતું. ઐય્યરે અંતિમ ઓવરમાં તાબડતોડ બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ઐય્યરે 29 બોલમાં અણનમ 58 રનની ઈનિંગ રમી 204 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
ભારતીય ટીમમાં ગત કેટલાક સમયથી નંબર ચારની પોઝિશનને લઈ ખુબ જ ખેંચતાણ ચાલી રહી છે પરંતુ શ્રેયસ ઐય્યરે આ નંબર પર આવીને સતત રન બનાવ્યા છે. મેચ બાદ એક ટીવી ઈન્ટરવ્યૂમાં શ્રેયસ ઐય્યરને આ પોઝિશન અંગે પૂંછવામાં આવ્યું હતું તો તેણે જણાવ્યું હતું કે, તે કોઈ પણ નંબર પર બેટિંગ કરવા તૈયાર છે. પરંતુ નંબર 4 એવી પોઝિશન છે જ્યાં તમને સિંગલ રન લેવા અને શોટ ફટકારતા પણ સારી રીતે આવડવું જોઈએ.
ઐય્યરે આગળ કહ્યું હતું કે, જીત બાદ અણનમ પેવેલિયન પરત ફરે ત્યારે વધી રહેલા મનોબળ સાથે બેટ્સમેને પરત ફરે છે. ભારત માટે આ પ્રકારની ઈનિંગો હું આગળ પણ રમતો રહીશ. ત્યાં જ ન્યૂઝિલેન્ડ પ્રવાસ અંગે ઐય્યરે જણાવ્યું હતું કે, તેણે એવો અનુભવ નથી થઈ રહ્યો કે, તે ન્યૂઝીલેન્ડમાં રમી રહ્યો છે કારણ કે, છેલ્લા કેટલાય દિવસો પહેલાં જ તેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ રમી હતી. ત્યાં જ ઝેટ લેગને લઈ ઐય્યરે કહ્યું કે ઝેટ લેગના કારણે ખેલાડીઓની ઉંઘ પણ પૂર્ણ થતી નથી.
ઝેટ લેગ એક અસ્થાઇ ઉંઘનો પ્રકાર છે. આ કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. જે છેલ્લા ઘણા ખરા ટાઈમ ઝોનમાં મુસાફરે કરે છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ પ્રેક્ટિસમાં જોડાઈ ગઈ હતી અને એવામાં ટીમના ખેલાડીઓને આરામ કરવાની તક પણ મળી નહોતી. ન્યૂઝીલેન્ડનો સમય ભારતીય સમયથી સાડા સાત કલાક આગળ છે.
પહેલી જ ટી20માં ન્યુઝીલેન્ડને ધૂળ ચટાડનાર શ્રેયસ ઐય્યરે શું કર્યો મોટો ખુલાસો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jan 2020 12:43 PM (IST)
ઝેટ લેગને લઈ ઐય્યરે કહ્યું કે ઝેટ લેગના કારણે ખેલાડીઓની ઉંઘ પણ પૂર્ણ થતી નથી. ઝેટ લેગ એક અસ્થાઇ ઉંઘનો પ્રકાર છે. આ કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -