ક્રિકેટના મેદાન પર 2019નો શાનદાર અંત કરી આ અંદાજમાં રજા ગાળી રહ્યા છે ટીમ ઈન્ડિયાના ખેલાડી, જુઓ તસવીરો
abpasmita.in | 31 Dec 2019 05:07 PM (IST)
ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પત્ની રીવા બા સાથે લંડનમાં રજા ગાળી રહ્યો છે.
(જાડેજા પત્ની સાથે લંડનમાં વેકેશન ગાળી રહ્યો છે)
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે શ્રેણી જીતીને ટીમ ઈન્ડિયાએ વર્ષનો અંત કર્યો હતો. ક્રિકેટના મેદાન પર વર્ષ દરમિયાન મહેનત કર્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડી વેકેશન માણી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સ્વિત્ઝર્લેન્ડમાં પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશન માણી રહ્યો છે તો વાઇસ કેપ્ટન રોહિત શ્રમા દીકરીનો બર્થ ડે સેલિબ્રેટ કરીને અંત કરી રહ્યો છે. વિરાટ કોહલીએ થોડા દિવસો પહેલા અનુષ્કા શર્મા સાથે બરફમાં તસવીર શેર કરી છે. જેમાં વિરુષ્કાની સાથે વરુણ ધવન અને નતાશા દલાલ પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પત્ની રીવા બા સાથે લંડનમાં રજા ગાળી રહ્યો છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પણ પત્ની સાથેની તસવીર શેર કરી રહી છે. ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તસવીર શેર કરીને લખ્યું છે, વેકેશન મોડ. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)