સ્ટમ્પ પર સીધો થ્રૉ વાગે તે માટે કૉચે ટીમ ઇન્ડિયાને કરાવી આ અનોખી પ્રેક્ટિસ
abpasmita.in | 31 May 2019 10:50 AM (IST)
સાઉથેમ્પ્ટનમાં ફિલ્ડીંગ કૉચ આર.શ્રીધરે ટીમ ઇન્ડિયા માટે રાઉન્ડ ધ ક્લૉક ફિલ્ડ ડ્રિલ તૈયાર કરી હતી, જેમાં ફિલ્ડર 6 જુદીજુદી પૉઝિશનથી નૉન સ્ટ્રાઇકર એન્ડ પરના સ્ટમ્પ પર બૉલથી થ્રૉ મારે છે
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાને પહેલી મેચ 5મી જૂની સાઉથ આફ્રિકા સામે રમવાની છે. આ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મેદાન પર જબરદસ્ત પ્રેક્ટિસ કરીને પરસેવા પાડી રહ્યાં છે. બૉલિંગ, ફિલ્ડીંગ અને બેટિંગ ઉપરાંત હવે કૉચે ખેલાડીઓને સ્ટમ્પ સીધો થ્રૉ મારવાની પ્રેક્ટિસ પણ કરાવી. સાઉથેમ્પ્ટનમાં ફિલ્ડીંગ કૉચ આર.શ્રીધરે ટીમ ઇન્ડિયા માટે રાઉન્ડ ધ ક્લૉક ફિલ્ડ ડ્રિલ તૈયાર કરી હતી, જેમાં ફિલ્ડર 6 જુદીજુદી પૉઝિશનથી નૉન સ્ટ્રાઇકર એન્ડ પરના સ્ટમ્પ પર બૉલથી થ્રૉ મારે છે. શ્રીધરે કહ્યું કે, અમે એક અનોખી નેટ પ્રેક્ટિસ કરી, જેમાં ખેલાડીઓએ જુદાજુદા ખુણાઓથી નૉન સ્ટ્રાઇકર એન્ડ પર સટીક નિશાન લગાવ્યા. શરૂમાં અમે રાઉન્ડ ધ ક્લૉકથી શરૂઆત કરી. જેમાં ખેલાડીઓને 6 અલગ અલગ પૉઝિશનથી 20 વાર સ્ટમ્પ પર થ્રૉ કરવાનો હતો. નેટ પ્રેક્ટિસમાં ખાસ વાત એ રહી કે કેપ્ટન કોહલીએ પણ બૉલિંગની પ્રેક્ટિસ કરી, કોહલીએ બેટ્સમેનોની સામે ઓફ સ્પિન બૉલિંગ કરી પણ તેને કોઇ ખાસ પ્રભાવ પડ્યો નહીં.