શપથવિધિના પ્રોટોકોલ મુજબ કોઈ પણ મંત્રી હિન્દી ભાષામાં શપથ લેવાના હોય તો રાષ્ટ્રપતિ પહેલા 'મેં' શબ્દ બોલતા હોય છે. ત્યાર બાદ જ જે-તે મંત્રીએ 'મેં' શબ્દથી શપથનું ઉચ્ચારણ શરૂ કરીને પોતાનું નામ પાછળ બોલીને શપથ લેવાના હોય છે.
પરંતુ મનસુખ માંડવિયા કોઈ કારણસર આ પ્રક્રિયા ભૂલી ગયા અને થયું એવું કે કોવિંદ 'મેં' શબ્દ બોલ્યા ત્યાર બાદ પોતે પહેલાં 'મેં' શબ્દ બોલવાને બદલે મનસુખ માંડવિયાએ સીધે-સીધું ‘મનસુખ માંડવિયા ઈશ્વર કી...’ બોલી કાઢ્યું હતું. જોકે, રાષ્ટ્રપતિએ સંપૂર્ણ સ્વસ્થતા સાથે બે વખત મંત્રીજી... મંત્રીજી... બોલીને મનસુખ માંડવિયાને અટકાવ્યા હતા અને પહેલા ‘મેં’ શબ્દ બોલવા કહ્યું હતું. આમ કર્યા બાદ માંડવિયાએ શપથવિધિ પૂર્ણ કરી હતી.