ગુરૂવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં ભારત તરફથી રોહિત શર્મા બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. રોહિત શર્માએ 18 રન બનાવ્યા હતા અને આઉટ થઈ ગયો હતો જોકે રોહિત શર્મા આઉટ થતાં ચાહકો ગુસ્સે ભરાયા હતા.

રોહિત શર્મા 18 રન બનાવીને ક્રિઝ પર હતો તે દરમિયાન કેમાર રોચની બોલ બેટ અને પેડ વચ્ચેથી કોઈ એક વસ્તુને અડીને વિકેટકિપરના હાથમાં ગયો હતો. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ અપીલ કરી હતી જોકે ફીલ્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો.


ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ રીવ્યૂ માગ્યો હતો જેમાં રોહિત શર્માને આઉટ આપવામાં આવ્યો હતો. રિપ્લેમાં ખબર નહોતી પડી રહી કે બોલ પહેલા બેટને વાગ્યો હતો કે પહેલા પેડને વાગ્યો હતો. પરંતુ થર્ડ અમ્પાયરે બોલ બેટને અડ્યો છે, તેવું નક્કી કરીને રોહિત શર્માને આઉટ આપી દીધો હતો.


જોકે ક્રિકેટ ચાહકોને આ નિર્ણય યોગ્ય લાગ્યો નહતો. કારણ કે રિપ્લેમાં પેડ આગળ છે અને બેટ પાછળની તરફ છે. એટલે બોલ કોને સ્પર્શ્યો છે તે ચોક્કસ દેખાઈ રહ્યું છે. એટલે ચાહકોએ થર્ડ અમ્પાયરની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું.