નવી દિલ્હીઃ ગઇકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચોની પ્રથમ ટી20 મેચ જયપુરના ગ્રાઉન્ડ પર રમાઇ. આ મેચમાં છેલ્લી ઓવરમાં ભારતીયી ટીમ 5 વિકેટથી જબરદસ્ત જીત મેળવીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી. રોહિત શર્મા ટી20 ટીમનો કેપ્ટન છે અને તેની આગેવાનીમાં યુવા ખેલાડીઓને મોકા આપવામાં આવી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે રોહિતે એક મોટો દાવ રમ્યો હતો, અને તે સફળ સાબિત થયો.

Continues below advertisement


ખરેખરમાં, ટી20 ટીમના કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ કોહલીના માનીતાઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. આ લિસ્ટમાં યુજવેન્દ્ર ચહલનુ નામ પહેલા છે. ચહલને રોહિતે પ્રથમ ટી20માં સામેલ ના કરીને જુના અને અનુભવી સ્પીનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપ્યુ હતુ. અશ્વિને પોતાની ધારદાર બૉલિંગથી ફરી એકવાર કીવી બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા હતા. ખાસ વાત છે કે, જો અશ્વિને માર્ક ચેપમેનની વિકેટ ના લીધી હોત તો ન્યૂઝીલેન્ડની ટીમ 200 રનથી પણ વધુનો સ્કૉર કરી શકી હતો, અને મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હોત.


રવિચંદ્રન અશ્વિને આ મેચમાં કુલ 4 ઓવર નાંખી, આ દરમિયાન તેને માત્ર 23 રન આપીને બે વિકેટો ઝડપી હતી. અશ્વિને જ્યારે ટીમને વિકેટની જરૂર હતી સમયે વિકેટ મેળવી આપી હતી, અશ્વિને એક જ ઓવરમાં બે વિકેટો ઝડપીને ટીમ ઇન્ડિયાની મેચમાં વાપસી કરાવી હતી. અશ્વિને આક્રમક બેટિંગ કરી રહેલા માર્ક ચેપમેનને 63 રનના અંગત સ્કૉર પર બૉલ્ડ કર્યો અને બાદમા ગ્લેન ફિલિપ્સને પણ શૂન્ય રને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. રોહિતે જુના અને અનુભવી અશ્વિનને મહત્વ આપતા તેને મેચમાં તરખાટ મચાવીને કમાલ કરી દીધો હતો. 


ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ખાસ ખેલાડીઓમાંથી એક છે. ટી-20 વર્લ્ડકપ 2021માં પણ ચહલને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. તેને ન્યૂઝીલેન્ડ સામેની 3 ટી-20 મેચની સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ પ્રથમ ટી-20 મેચમાં નવા કેપ્ટન બનેલા રોહિત શર્માએ તેને કિવી ટીમ સામેની પ્રથમ મેચમાં તક આપી નથી. જ્યારે ચહલ ધમાકેદાર ફોર્મમાં હતો.


ટીમ ઇન્ડિયા પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ