હવ ઈકોનોમી નહીં પણ બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરશે ટીમ ઇન્ડિયા
જણાવી દઈએ કે ખેલાડીઓના આ પ્રસ્તાવમાં બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસનિક સમિતિ સાથે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મંજૂરી મળી હતી. બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ એએનઆઈને જણાવ્યું કે, કોઈ સીરીઝની શરૂઆત અને અંતમાં ખેલાડીઓને બિઝનેશ ક્લાસમાં સફર કરવાના પ્રસ્તાવને સીઓએની મિટિંગમાં પાસ કરવામાં આવ્યો છે.
પ્લેનની સીટો પર બેસવામાં તેમના પગમાં મુશ્કેલી પડે છે. આ પહેલા બિઝનેસ ક્લાસમાં મુસાફરીની સુવિધા માત્ર ટીમના કેપ્ટન અને કોચને હતી. કેટલાક સમય પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે બોર્ડને સલાહ આપી હતી કે બીસીસીઆઈ પાસે પોતાનું વિમાન હોવું જોઈએ. જેનાથી ખેલાડીઓનો ખૂબ સમય બચશે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમની ઘરેલુ યાત્રા હવે વધારે સુગમ થઈ જશે. ક્રિકેટની પ્રશાશકોની સમિતિએ બીસીસીઆઈને ખેલાડીની બિઝનેસ ક્લાસમાં યાત્રાની ઓફરને મંજૂરી આપી દીધી છે. વિરાટ સહિત ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓએ બોર્ડથી ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાની મુશ્કેલીઓ વિશે ફરિયાદ કરી હતી. કેટલાક ખેલાડીઓએ પોતાને ભીડથી ઘેરાવાનું કારણ આપ્યું. તો કેટલાકે કારણ આપ્યું કે ઈકોનોમી ક્લાસમાં તેમની પાસે આરામથી બેસવા માટે સરખી સ્પેસ નથી હોતી.