નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જૂની કાર્સનું ખરીદ-વેચાણ કરતી કંપની કાર્સ24 (CARS24)માં રોકાણ કર્યું છે. કંપનીએ મંગળવારે જાણકારી આપતાં કહ્યું કે, ભાગીદારી અંતર્ગત ધોની કંપનીમાં હિસ્સો ખરીદશે અને તેનો બ્રાન્ડ એમ્બેસેડર બનશે.

ધોનીએ કેટલું રોકાણ કર્યું છે તે કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું નથી. આ રોકાણ સીરિઝ ડી રાઉન્ડના ફંડિંગનો હિસ્સો છે. કાર્સ 24ના કો-ફાઉન્ડર અને સીઈઓ વિક્રમ ચોપડાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી ધોનીએ તેની ક્ષમતાથી હંમેશા દરેક સમસ્યાનું સમાધાન કર્યું છે. અનેક નવી ચીજો સામે લાવ્યો છે. આ રીતે તે ભારતીય ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન બન્યો છે.

કાર્સ24ના દેશભરમાં 230થી વધારે શહેરોમાં 10 હજારથી પણ વધુ ચેનલ પાર્ટનર છે. ઉપરાંત 35 શહેરોમાં 155થી વધારે બ્રાંચ છે. કંપનીમાં સિકોઈયા ઈન્ડિયા, એક્સોર સીડ્સ, ડીએસટી ગ્લોબલના પાર્ટનર્સ કિંગ્સવે કેપિટલ તથા કેસીકેએ રોકાણ કર્યું છે.

J&Kમાં યોજાશે ઈન્વેસ્ટર્સ સમિટ, કાશ્મીરના ઇતિહાસમાં ક્યારેય નથી યોજાયો આવો કાર્યક્રમ, જાણો વિગત

રૂપાણીએ રશિયામાં ગુજરાતી હીરા ઉદ્યોગપતિની ફેકટરીની લીધી મુલાકાત, જુઓ તસવીરો

ઉર્વશી રાદડિયા સહિત કયા જાણીતા લોક સાહિત્યકારો અને લોક કલાકારો ભાજપમાં થયા સામેલ, જાણો વિગતે