મુંબઈ: ગુવાહાટીમાં રવિવાર સાંજે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ટી-20 મેચથી નવા વર્ષની પહેલી મેચ રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. આ વચ્ચે જિમ સેશનમાં ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ચહલ બોક્સિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યાં હતાં.


મસ્તીખોરથી જાણીતા પંતે આ સેશન દરમિયાન પોતાના બોક્સિંગ ટ્રેનરની જ ધોલાઈ કરી હતી અને જાતે તેનો વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. પંતે પોતાની આ પોસ્ટમાં બે વીડિયો પોસ્ટ કર્યાં હતાં. પહેલા વીડિયોમાં તે પોતાના ટ્રેનર સાથે બોક્સિંગ ગ્લવ્સ પહેરીને બોક્સિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાત બીજા વીડિયોમાં પંત બોક્સિંગ સેશન બાદ લેગ સ્પિનર ખેલાડી ચહલ જ્યારે બોક્સિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તે પાછળથી આવીને પોતાના ટ્રેનરના હાથને પકડી રાખે છે અને ચહલને તેના પર બોક્સિંગ પંચ વરસાવવા કહે છે. ચહલ પણ પોતાની બોક્સિંગ છોડીને પંત સાથે મસ્તી કરવા લાગી ગયો હતો અને તે પોતાના ટ્રેનરની ધોલાઈ કરવાનો પ્રયાસ કરે છે.