શિવસેના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સામાન્ય વહીવટ મંત્રાલય, માહિતી અને ટેકનોલોજી, માહિતી અને જનસંપર્ક, કાયદો અને ન્યાયતંત્ર તથા અન્ય મંત્રીઓને ન ફાળવવામાં આવેલા મંત્રાલયનો હવાલો તેમના હસ્તક રાખ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે સીએમ પદના શપથ લીધા હતા. તેમની સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના બે-બે નેતાએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. આશરે એક મહિના બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
મંત્રી મંડળના વિસ્તરણ બાદ વિભાગોની ફાળવણી નહોતી થઈ શકી. કોંગ્રેસના ઘણા નેતા મંત્રી પદ ન મળવાથી નારાજ હતા, જેના કારણે ખાતાની ફાળવણીમાં વિલંબ થયો હતો.
…જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ
સોનમ કપૂરનું ટ્વિટ થયું વાયરલ, લખ્યું- રૂઢિવાદીઓ માટે વોટ ન કરો, કારણકે......
ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ