આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ટીમ ઇન્ડિયા, કેટલા વાગે ને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો ફૂલ શિડ્યૂલ
વનડે સીરીઝઃ--- પ્રથમ વનડે - 12 જાન્યુઆરી - સિડની - સવારે 8.50 કલાકે. બીજી વનડે - 15 જાન્યુઆરી - એડિલેડ - સવારે 9.50 કલાકે. ત્રીજો વનડે - 18 જાન્યુઆરી - મેલબોર્ન - સવારે 8.50 કલાકે.
નવી દિલ્હીઃ આવતીકાલથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રવાસનો પ્રારંભ કરશે. ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ટીમ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળશે. કોહલીની આગેવાનીમાં આવતી કાલથી ટીમ ઇન્ડિયા ટી20 ટૂર્નામેન્ટની પ્રથમ ટી20 રમવા બ્રિસ્બેનના મેદાનમાં ઉતરશે. અહીં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિાય સામે ટી20, ટેસ્ટ અને વનડે સીરીઝ રમવાની છે. જાણો વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા કાંગારુ ટીમ સામે ક્યાં અને ક્યારે ટકરાશે, અહીં છે ફૂલ શિડ્યૂલ....
ટેસ્ટ સીરીઝઃ--- પ્રથમ ટેસ્ટ - 6થી 10 ડિસેમ્બર - એડિલેડ - સવારે 6-30 કલાકથી. બીજી ટેસ્ટ - 14થી 18 ડિસેમ્બર -વાગ્યે - સવારે 7-50 વાગ્યાથી. ત્રીજો ટેસ્ટ - 26થી 30 ડિસેમ્બર - મેલબોર્ન - સવારે 6 વાગ્યાથી. ચોથો ટેસ્ટ - 3થી 7 જાન્યુઆરી - સિડની - સવારે 6 વાગ્યાથી.
ટી20 સીરીઝઃ--- પ્રથમ ટી20 મેચ - 21 નવેમ્બર (બુધવાર) - બ્રિસ્બેન - બપોરે 1.20 વાગ્યે. બીજી ટી20 મેચ - 23 નવેમ્બર (શુક્રવાર) - મેલબોર્ન - બપોરે 2.20 વાગ્યે. ત્રીજી ટી20 મેચ - 25 નવેમ્બર (રવિવાર) - સિડની - બપોરે 2.20 વાગ્યે.