અમદાવાદ: પી.જી.હોસ્ટેલમાં ઘૂસીને યુવકે મહિલા ડોક્ટર સાથે બિભસ્ત ચેનચાળા કર્યા પછી શું થયું? જાણો વિગત
ત્યારથી આ યુવાન ડોક્ટરને હેરાન કરતો હતો. તેના ઘરની દિવાલો અને ડોક્ટરના એક્ટીવા પર ડોક્ટરનું નામ લખી નાખતો હતો. તેથી તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આરોપી રવિન્દ્ર ગંદા ઈશારા કરી પરેશાન કરતો હતો. હાલ શાહીબાગ પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી છે અને તપાસ ચાલુ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યુવક ગત રવિવારે સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી પીજી હોસ્ટેલની લોબીમાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ તેણે મહિલા ડોક્ટરને બહાર બોલાવી તેની સામે બિભસ્ત ચેનચાળા કરીને હસીને તેની મજાક કરતો હતો. યુવાનની આ હરકતથી મહિલા ડરી ગઈ હતી.
મહિલા ડોક્ટર મૂળ ભૂજ માંડવીની છે. સાત વર્ષ પહેલા મહિલા ડોક્ટર યુ.એન મહેતા હોસ્પિટલ સામે આવેલા ઢાબરનગર સોસાયટીમાં રહેતી હતી. તેના ઘરની સામે રવિન્દ્ર પરસોતમ પરમાર નામનો શખ્સ રહેતો હતો.
અમદાવાદમાં છેડતીના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી મહિલા રેસીડેન્ટ ડોક્ટરને એક માણસે હેરાન કરી દીધી હતી. આ યુવક મહિલા ડોક્ટરની ગેરહાજરીમાં તેના એક્ટિવા ઉપર વારંવાર નામ લખી પરેશાન કરતો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
આવા કામથી હેરાન મહિલા ડોક્ટરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી રવિન્દ્ર પરસોતમ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ ડોકટર તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય યુવતિ લાંબા સમયથી સિવિલના પીજી હોસ્ટેલમાં રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -